જામનગર તા.17
જામનગર જિલ્લામાં ફરી એકવાર સિંહણ આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગનું તત્ર દોડતું થયું હતું. જો કે લાલપુર વન વિભાગના આર.એફ.ઓએ વીડિયો અન્ય સ્થળનો હોવાનું જણાવ્યું હતું. આમ છતાં રકકા ગામની આસપાસ સિંહણ અંગે તપાસ હાથ ધરી છે.કોઈ ટીખર ખોરે વીડિયો અન્ય સ્થળનો વાયરલ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જામનગર જિલ્લામાં લાલપુર, કાલાવડ,જામજોધપુર જામનગર ના વાડી અને સીમ વિસ્તારોમાં વન પ્રાણીઓ દેખા દેતા હોય વન વિભાગનું તંત્ર દોડતું થઈ જાય છે. અને જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવે છે.થોડા સમય પહેલા જુદા જુદા વિસ્તારોમાં દીપડાના આગમન સાથે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લઇ વન વિભાગ દ્રારા ગામડાઓ તપાસ શરૂ કરી હતી.જો કે પછી દીપડો જૂનાગઢ તરફ જતો રહ્યા હોવાના અહેવાલો જાહેર કરવામાં આવ્યા હતા.
ફરી એકવાર લાલપુર તાલુકાના રકકા ગામની સીમમાં સિંહણનું આગમન થયું હોવા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો.જેને લીધે લાલપુર વન વિભાગનું તંત્ર આખી રાત દોડતું રહું હોવાનું આર.એફ.ઓ એ જણાવ્યું હતું. તેઓ વિશેષ આ રકકા ગામની સીમમાં સિંહણ આવેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. જેમાસ કોઈ પ્રકારના સિંહણના પુરવા સાપડીયા ન હતા.આ વીડિયો પણ અન્ય સ્થળનો હોય તેવું પ્રાથમિક તારણ પણ જાણવા મળે છે.આમ છતાં રકકા અને તેની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. રકકા ગામની સીમમાં સિંહણ આવી હોવાનું વીડિયોને લઈ ગ્રામજનોમાં ભયનું મોજું ફેલાયું હતું.જો કે વન વિભાગે તો સ્પષ્ટ ઇનકાર કરીને ફેક વીડિયો ગણાવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy