(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.27
ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જ નીચેના નાગધ્રા ગામે મારણ ખાવા માટે થઈ સિંહો વચ્ચે ઝપાઝપી થતાં તેમાં ઝખ્મી થતાં સિંહબાળને સારવાર માટે રેસ્ક્યુ કરી રહેલા વનકર્મીને સિંહબાળે હુમલો કરી ઇજા કરતાં ધવાયેલા વનકર્મીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે.
વનવિભાગમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા નિર્મળભાઈ વાળા સહિતના વનકર્મીઓને માહિતી મળેલ કે ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જ નીચેના નાગધ્રા ગામે સિંહે મારણ કરેલ મારણ ખાવા માટે થઈ સિંહો વચ્ચે ઝપાઝપી થતાં તેમાં એકત્યારે એક સિંહબાળ ઝખ્મી થતાં આ સિંહબાળને સારવાર માટે રેસ્ક્યુ કરવી ગયા હતા.તે સમયે વનકર્મીને ધવાયેલા સિંહબાળે ટ્રેકર ઉપર હુમલો કરી ઇજા કરતાં ઘવાયેલા વનકર્મીને સારવાર માટે પ્રથમ ધારી બાદ અમરેલી સારવાર માટે સિવીલમાં ખસેડાયેલ છે?
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy