જસદણનાં પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોધરાની ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પસંદગી

Local | Jasdan | 16 April, 2024 | 11:44 AM
સાંજ સમાચાર

(હિતેશ ગોસાઇ) જસદણ, તા.16

ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. 
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની અને એસ.જયશંકર સહિત ભાજપના રાષ્ટ્રીય અગ્રણી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગુજરાત સરકારના વર્તમાન મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ સ્ટાર પ્રચારક તરીકે ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરશે ખાસ કરીને આ સ્ટાર પ્રચારક યાદીમાં જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાનું નામ આવતાં તેમને જસદણ વીંછિયા પંથકમાં ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ડો. ભરતભાઈ બોઘરા છેલ્લાં 15 વર્ષથી વધું સમય પાર્ટી માટે તન મન અને ધનથી કામ કરી રહ્યાં છે ખાસ કરીને એમણે ધારાસભ્ય પદેથી જસદણ વીંછિયામાં અબજો રૂપિયાના વિકાસના કામો કર્યા તેઓની સ્ટાર પ્રચારક યાદીમાં સમાવેશ થવાથી તેમને અભિનંદન પાઠવું છું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj