બાબરાનાં ધરાઇ ગામે ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચે પંચાયતનો સરસામાન ઘર ભેગો કર્યાની રાવ

Local | Amreli | 25 April, 2024 | 11:31 AM
ઇલે.મોટર, કબાટ, પાઇપ લઇ જઇ છેતરપીંડી આચર્યાની ફરિયાદ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.25

બાબરાનાં ધરાઈ ગામનાં પૂર્વ મહિલા સરપંચ અને તેના પતિ સામે ગામ પંચાયતનો સરસામાન લઈ ગયાની ફરિયાદ નોંધાઇ છે.

બાબરાનાં ધરાઈ ગામનાં પૂર્વ મહિલા સરપંચ અને તેમના પતિએ ગ્રામ પંચાયતમાં રહેલ વિવિધ સાધનો નિયમ વિરૂધ્ધ લઈ ગયાની ફરિયાદ વર્તમાન મહિલા સરપંચે  બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં ચકચાર મચી છે.

વિગત એવા પ્રકરની છે કે, ધરાઈનાં વર્તમાન સરપંચ નયનાબેન પરેશભાઈ કાપડીયાએ પોલીસ સ્ટેશનમાંનોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ધરાઈ ગ્રામ પંચાયતમાં સને ર017થી સને ર0રર નાં સમયગાળા દરમ્યાન કોઈપણ સમયે ધરાઈ ગામનાં સરપંચ પુજાબેન મીતેષભાઈ જોષી તથા તેમના પતિ મીતેષભાઈ જનકભાઈ જોષીએ એકબીજાએ સમાન ઈરાદાથી મદદગારી કરી સરકાર હસ્તકની (1) ઈલેકટ્રીક મોટર (ર) લાકડાનો કબાટ (3) પતરાનો કબાટ (4) થ્રી ફૈઝ સબ પંપસેટ (વરૂણ કંપની) તથા કેબલ ડંડો (પાઈપ) વિગેરે વસ્તુઓ તેમના અંગત ઈરાદા માટે પંચાયત કચેરીથી લઈ જઈ પરત ન કરી વિશ્ર્વાસઘાત કરેલ છે. તેમ ફરિયાદમાં જણાવતા પોલીસે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj