મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવાનો ખાર રાખીને ત્રણ વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો હુમલો

Local | Morbi | 06 May, 2024 | 01:53 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 6
 મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ વાદીપરામાં રહેતા અને ભૂંડ પકડવાનું કામ કરતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસિંગ પ્રતાપસિંગ ડાંગી જાતે શીખ સરદારજી (28)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશસિંગ રામસિંગ ડાંગી રહે. નર્મદા હોલ પાસે શિવ સોસાયટી કાલિકા પ્લોટ મોરબી, સન્નીસિંગ મોહનસિંગ બાવરી રહે. લીલપર રોડ મોરબી, પ્રીતમસિંઘ ગુરુમુખસિંગ ટાંક રહે.

સર્કિટ હાઉસ સામે મોરબી અને તિલકસિંગ ચંદાસીંગ ટાંક રહે. ટિંબડી પાટીયા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તેમજ તેની સાથે સતપાલસિંગ અને બલરામસિંગ આ ત્રણેય વ્યક્તિઓએ ભૂંડ પકડેલ હતા અને તે ભૂંડ વજન કાંટો કરીને મોટી ગાડીમાં ભરવા માટે થઈને આરોપી તિલકસિંગ ચંદાસીંગ ટાંકને ફોન કર્યો હતો અને પોતાની ગાડીમાં ભૂંડ ભરી કાંટો કરાવવા માટે ગયા હતા ત્યારે રફાળેશ્ર્વર ગામ નજીક આવેલ વરૂડી ચેમ્બરમાં આવેલ બાપાસીતારામ કાંટા પાસે ચારેય આરોપીઓ હાજર હતા અને તેઓ ફરિયાદી તથા તેની સાથે રહેલા વ્યક્તિઓને ગાળો દેતા હતા જેથી કરીને ગાળો દેવાનીના પાડી હતી.

જેથી કરીને દેવાસીંગે પાઇપ વડે હુમલો કર્યો હતો જ્યારે તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી કરીને ફરિયાદી સહિત ત્રણેય વ્યક્તિઓને ઈજા થઈ હતી અને આરોપીઓએ ફરી વખત પોતાના વિસ્તારમાં ભૂંડ પકડવા આવશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
 

કાર  હડફેટે ઇજા
મોરબીના ઘાંચીપરામાં રહેતા ગુલામ સુલેમાનભાઈ (45) નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યાર યઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj