અકસ્માતમાં પગમાં ફ્રેકચર આવતા સાસરીયાઓ ઉશ્કેરાયા: પરિણીતાને વાળ પકડી માર માર્યો

Crime | Rajkot | 26 April, 2024 | 04:42 PM
હાલ જામજોધપુરના જામવાડી ગામે રહેતી પરિણીતાએ રેલનગરમાં આવેલ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતા અને જામનગર જીલ્લા પંચાયતના કર્મી પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
હાલ જામજોધપુરના જામવાડીમાં રહેતા દક્ષાબેન સિધ્ધાર્થભાઈ વાઘેલા (ઉ.31)એ તેના પતિ સિધ્ધાર્થ વાઘેલા, સાસુ સાધનાબેન વાઘેલા, સસરા હરેશભાઈ વાઘેલા (રહે. તમામ લોકમાન્ય ટાઉનશીપ રેલનગર) વિરૂધ્ધ શારીરિક અને માનસીક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેણી ગઈકાલે રાત્રે તેના પિયર રહેવા માટે આવી ગયેલ છે તેણીના લગ્ન ગઈ તા.10/7/2022ના સિધ્ધાર્થ વાઘેલા સાથે થયા હતા. તેણીના પતિ જામનગર જીલ્લા પંચાયતમાં કોન્ટ્રાકટ બેઈઝથી નોકરી કરે છે. લગ્ન બાદ તેઓ સાસુ, સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતા બાદમાં ત્રણેક મહિના સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલેલ હતું બાદમાં તેણીના સાસુ વારંવાર કહેતા કે તને ઘરકામ કે રસોઈ બનાવતા આવડતી નથી તેમ કહી ગાળો આપી ઝઘડો કરતા હતા.

તેમજ તેણીના પિતા કડીયાકામની મજુરી કરી પેટીયુ રળતા હોય જેથી સાસુ કહેતા કે તારા પિતા કડીયાકામ કરે છે અને તને લગ્ન વખતે કરીયાવર કે દહેજ આપેલ નથી. તેમ કહી મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. તેમજ સાસુ સસરા પણ તેણીના પતિને ચડામણી કરી દંપતી વચ્ચે ઝઘડો કરાવતા હતા. ગઈ તા.5/4/24ના તેણીનું અકસ્માત થતા પગના ભાગે ઈજા પહોંચી હતી.

બાદમાં ખાનગી હોસ્પીટલે સારવાર લેવા જતા તબીબોએ પગમાં ફેકચર થયાનું જણાવતા તેના સસરા ઉગ્ર થઈ ગયેલ અને કહેવા લાગેલ કે તારી સાર સંભાળ માટે તારા સાસુ રોકાશે નહીં. તમે તમારા પિયરથી માતા અથવા બહેનને બોલાવી લ્યો અમે તમારી કોઈ જવાબદારી લેશું નહીં કહી ઝઘડો કરવા લાગ્યા હતા.

બાદમાં ઓપરેશન વખતે પગમાં પ્લેટ આવેલ હોય જેથી ઘરકામ કરી શકતા ન હોય છતા સાસુએ કોઈ સાર સંભાળ લીધેલ ન હોય તેમજ તેણીની બહેન કામ માટે આવતા સાસુ સસરા તેની સાથે પણ ઝઘડો કરતા હતા. ગઈ તા.24ના તેણીને પગમાં દુ:ખાવો થતા રાત્રીના સમયે તેણીના પતિ સાથે ખાનગી હોસ્પીટલે સારવાર માટે ગયા હતા. બાદમાં સાસુ સસરાને પણ ત્યાં બોલાવેલ. બાદમાં ઘરે પરત ફરી જમવા બેસતા હતા.

ત્યારે સાસુ સંભળાવા લાગેલ કે તારી બહેનને તે મોકલી દીધેલ છે તો હું તારી સાર સંભાળ રાખવાની નથી. જેથી તેણીએ કહેલ કે હું મારા પિતાના ઘરે તબીયત સારી ન થાય ત્યાં સુધી જતી રહું છું કહીં તેણી ફોન લેવા જતા તેણીના પતિએ હાથમાંથી ફોન લઈ લીધેલ અને સાસુએ વાળ પકડીને માર મારવા લાગેલ. તેમજ તેણીના પતિ અને સસરા પણ મારકૂટ કરવા લાગેલ હતા.

જેથી તેણીએ 181માં ફોન કરવા જતા સસરાએ કહેલ કે જો તમે ફોન કરશો તો જાનથી મારી નાખીશું. બાદમાં તે ત્યાંથી નીકળી તેના રાજકોટ રહેતા કાકાને બોલાવી સારવાર અર્થે સીવીલ હોસ્પીટલ ખસેડેલ હતી. અંતે સાસરીયાના ત્રાસથી કંટાળી ફરીયાદ નોંધાવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj