ઓનલાઈન સર્ચ કરી ધંધો શોધવો મોંઘો પડ્યો

ડિકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા કંપનીની ફ્રેન્ચાઇઝી લેવા જતાં વેપારી સાથે રૂ. 21.66 લાખની છેતરપીંડી

Crime | Rajkot | 26 April, 2024 | 03:53 PM
એસ્ટ્રોન ચોકમાં નચિકેતા સ્ટેશનરી મોલ નામની પેઢી ધરાવતાં કપિલભાઈ કાવર સ્પોર્ટસની આઇટમનો ધંધો કરવાં ગયા અને ફસાયા: કંપનીના કથિત કર્મચારીઓએ રજીસ્ટ્રેશન અને ડિપોઝીટ પેટે રૂપીયા આરટીજીએસ મારફતે પડાવી ફોન સ્વીચઓફ કરી દિધા: એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.જી.બારોટ અને ટીમે તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.26
ડિજિટલ યુગમાં પણ લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતાં હોય છે. એસ્ટ્રોન ચોકમાં નચિકેતા સ્ટેશનરી મોલ નામની પેઢી ધરાવતાં કપિલભાઈ કાવર નામના વેપારી સ્પોર્ટસની આઇટમનો ધંધો કરવાં ગયા અને ફસાયા હતાં. બેંગ્લોરની ડિકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા કંપનીની ફ્રેન્ચાઇઝી લેવા જતાં વેપારી સાથે રૂ.21.66 લાખની છેતરપીંડી થતાં બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર બિગબઝારની બાજુમાં રહેતાં કપિલભાઈ ધનજીભાઈ કાવર (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વીનેશ શુક્લા 9748999597, 7589356741, આશિષ પાંડે 9123347109 અને માનસુસિંગ 8981833851 નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડી, આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ એસ્ટ્રોન ચોક પાસે નચીકેતા બિલ્ડીંગમાં નચિકેતા સ્ટેશનરી મોલ નામની પેઢી આવેલ છે. તેઓની નચિકેતા સ્ટેશનરી મોલ નામની પેઢી આવેલ છે તે બિલ્ડીંગ તેમની માલીકીનું હોય જેમાં કુલ પાંચ માળ આવેલ છે. જેમાં નીચેના બે માળ અને ઉપરનો ચોથો અને પાંચમો માળ સ્ટેશનરીના વેપાર ધંધામાં ઉપયોગ કરે છે અને ત્રીજો માળ ખાલી હોય જેમાં સ્પોર્ટસની આઇટમનો વેપાર ધંધો કરવા ઈચ્છતા હોય દરમિયાન જાણવા મળેલ કે, બેંગ્લોરની ડીકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા પ્રા.લી. કંપની તે સ્પોર્ટસને લગતી આઇટમ રાખતા હોય જેથી ગઇ તા.20/01/2024 ના ઓનલાઇન ગુગલમાં ડીકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા પ્રા.લી. નામથી સર્ચ કરેલ જેમાં વિનેશ શુકલાના અને તેના લીગલ એડવાઇઝરઆશીષ પાંડે તેમજ આસીસટન્ટ મનશુસીંગના મોબાઈલ નંબર જોવા મળેલ હતાં. તેમાં ફ્રેન્ચાયઝી લેવા બાબતે વિગતો લખેલ હોય તેમજ રજીસ્ટેશન ફી રૂા.66 હજાર જે રિફંડેબલ તેમજ રૂ.6 લાખ ડીપોઝીટ રિફંડેબલ હોય જેથી  કંપની સાથે તેઓ સહમત થયેલ અને વિનેશ શુકલા અને આશિષ પાંડે સાથે મોબાઈલ પર વાત કરેલ અને તેઓએ ધણી બધી રીકવાયરમેન્ટ તેમજ રજીસ્ટેશન ફ્રી રૂ.66 હજાર અને રૂ.6 લાખ  ડીપોઝીટની વાત કરેલ હતી.

ગઇ તા. 12/04/2024 ના આરોપીએ બેંક એકાઉન્ટની માહીતી આપેલ અને જેમાં ગઇ તા.12/04/2024 ના ડીકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા કંપનીમાં એનઈએફટીથી રૂ.66 હજાર તેમજ તા. 15/04/2024 ના રૂ.6 લાખ પેમેન્ટ કરેલ હતું. ત્યારબાદ તેઓએ ઇ-મેઇલથી ગઇ તા.16/04 ના  ઇ-મેઇલ પર જણાવેલ કે, અમે તમારી સાથે જોડાય શકીએ છીએ અને ક્ધફર્મેસન આપેલ ત્યારે તેઓએ જણાવેલ કે, તમારે રૂ.95 લાખનો સ્ટોક રાખવાનો રહેશે જેનું પેમેન્ટ તમારે છ માસની અંદર કરવાનું રહેશે પરંતુ જી.એસ.ટી.ની રકમ અંદાજીત રકમ રૂ.15 લાખ થાય તે પેમેન્ટ એડવાન્સ કરવાનું રહેશે જેથી રૂ.7.20 લાખ ગઇ તા.19/04 ના આરટીજીએસથી અને રૂ.7.80 લાખ ગઇ તા.23/04 ના આરટીજીએસથી એડવાન્સ પેટે ભરેલ હતાં.

  ત્યારે તેઓએ કહેલ કે, તમારી પાસે અમારી કંપનીની એક ટીમ આવી અને ગોઠવણ કરી જશે જેમાં જગ્યાનું માપ, ફર્નિચર તેમજ સ્ટોરની જગ્યા જોવા માટે જણાવેલ હતું. બાદમાં સાંજના આશીષ પાંડેનો ફોન આવેલ અને વાત કરેલ કે, તમારી ડીલરર્સશીપની કામગીરી પુરી થઇ ગયેલ છે. બાદમાં ફરિયાદીને શંકા ગયેલ કે, આ લોકોએ ફ્રોડ કરેલ છે. જેથી સાંજના ડીકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા પ્રા.લી. કંપનીના કર્મચારીના નંબર ઉપર સંપર્ક કરતા તમામ નંબરો બંધ આવેલ હતાં. ફકત આશીષ પાંડેના મોબાઇલ નંબર ચાલુ હોય પરંતુ તે ફોન રીસીવ કરતા ન હતાં. જેથી વધુ શંકા ગયેલ કે, ડીકેથલોન સ્પોર્ટસ ઇન્ડિયા કંપનીના માણસો તરીકેની ઓળખ આપી વિશ્ર્વાસ જીતી અમારી સાથે ફ્રોડ કરી કટકે કટકે કુલ રૂ.21.66 લાખ ભરાવી બધી રકમ ઓળવી ગયેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.જી.બારોટે તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj