હળવદ,તા.25
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા 1050 જોડી ચપ્પલ નું નિશુલ્ક વિતરણ કરાયું.ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપમાં છેલ્લા આઠ વર્ષથી વિવિધ સેવાકીઓ પ્રવૃતિ કરી જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યું છે જેમાં ઉનાળાના બળબળતા તાપમાન બાળકોને નિશુલ્ક 1050 જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.જગ વલ્લભ ભાતાઘર અમદાવાદ ના ડો. ભુપેશભાઈ શાહ તેમજ નટવરભાઈ શાહ ના સકારાત્મક સહયોગ દ્વારા ગણેશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદના વિવિધ વિસ્તારોમાં કુલ 1050 જોડી ચપ્પલનું નિશુલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં ગ્રુપના પ્રમુખ અરવિંદભાઈ દરજી, મયુરભાઈ પરમાર, ગણેશભાઈ રાઠોડ (અમદાવાદ) કનુભાઈ વેગડા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
(તસ્વીર: પ્રશાત જયસ્વાલ/ વિશાલ જયસ્વાલ હળવદ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy