જુનાગઢ, તા. 7
લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વ સંધ્યાની રાત્રીના વંથલી પોલીસે વંથલીના સોનારડી ગામની સીમમાંથી વિદેશી દારૂ-બીયર કાર સહિત કુલ 8,74,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દારૂ મંગાવનાર-મોકલનારની તપાસ પોલીસે હાથ ધરી છે.
વંથલી પોલીસને મળેલી બાતમીના આધારે સેલરા ગામથી સોનારડી ગામ તરફ જતી ગારીના રસ્તે સીમમાંથી બોલેરો પીકઅપને ચેક કરતા પરપ્રાંતનો વિદેશી દારૂ પેટી નંગ 8ર, બીયર પેટી નંગ 13, કાર 31,200 સહિત કુલ 4,24,800 પીકઅપ ફોર વ્હીલ 4,50,000 સહિત કુલ 8,74,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન ડ્રાઇવર ભાગી છુટયો હતો.
દારૂ મંગાવનાર-મોકલનારની તપાસ પીએસઆઇ વાય.બી. રાણાએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy