રાજકોટ તા.26
તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિન ઉજવાઈ ગયો. આ દિવસનાં અનુસંધાને જ તા.26 થી 29 દરમ્યાન સીટી નેચર ચેલેન્જ ઉજવાશે.આ ચેલેન્જમાં રાજકોટ પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે.રાજકોટનાં ચિન્મયબેન હેમાણીની સંસ્થા રૂચસીની ઈએસપી એન્ડ ઈકોલોજી કલબ ઓફ રાજકોટના કારણે આ શકય બન્યુ છે.ચેલેન્જમાં ભાગ લેવા ઈચ્છુકોએ નેચરાલીસ્ટ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ સ્પર્ધકો એપ થકી આસપાસની વન્ય વનસ્પતી, પ્રાણીઓ ફંગસની તસ્વીરો અપલોડ ક્રી શકશે.
સીટી નેચર ચેલેન્જમાં અપલોડ કરેલી તસ્વીરોથી વિશ્વના ટોચનાં તજજ્ઞો જે તે પ્રજાતિ લુપ્ત થવાના આરે છે કે કેમ? તે અંગે નકકી કરી શકાશે.
આ ચેલેન્જનું પરીણામ આગામી તા.5મીના રોજ જાહેર થશે. સંસ્થાનાં સંપર્ક માટે મો.નં.94264 31216 નો સંપર્ક કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy