રાજકોટ તા.3
150 ફૂટ રિંગરોડ પર આવેલ અંબીકા કોમ્પલેક્ષની ઓફિસમાં ચાલતા જુગાર ધામમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી ત્રણ વેપારી સહિત સાત જુગારીઓને પકડી પાડી રૂ.1,12,370 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એસ.એલ.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભેટારીયા તથા કોન્સ્ટેબલ કુલદીપસિહ રાણા, શક્તિસિંહ ગોહીલ, પ્રદિપભાઇ ડાંગર, રોહીતદાન ગઢવી તથા મુકેશભાઈ સબાડને મળેલ ચોક્કસ બાતમીના આધારે 150 ફૂટ રિંગરોડ પર સીટી બસ ડેપોની બાજુમાં આવેલ અંબીકા કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોરમાં 153 નંબરની ઓફીસ ધરાવતા લકીરાજસિંહ વનરાજસિંહ રાણા ઓફીસમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે, જે બાતમીના આધારે દરોડો પાડી લકીરાજસિહ વનરાજસિંહ રાણા (ઉ.વ.38,રહે.પરાસરપાર્ક મેઈન રોડ ગાયત્રી ડેરી પાસે), દિગ્વીજયસિંહ હીતેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.32, રહે.ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં-1), ધર્મેશ છેલશંકરભાઇ વ્યાસ (ઉ.વ.32, રહે. જીવરાજ પાર્ક શીતાજી ટાઉનશીપ બ્લોક નં.સી-306),\વિરેન્દ્રસિંહ રાજેન્દ્રસિહ ઝાલા (ઉ.વ.25, રહે.બ્રહ્મનાથ સોસાયટી શેરી નં-1, ક્રિષ્ટલ સ્કુલ પાસે), કરણ પુના સાટીયા (ઉ.વ.24, રહે.રૈયાધાર જશોદા ચોક), મહેન્દ્રસિંહ નીરૂભા ગોહીલ (ઉ.વ.28, રહે.રૈયા ચોકડી આશાપુરા એન્ટરપ્રાઇઝ ઓફીસ અંદર), શની સુરેશ બળોખરીયા (ઉ.વ.30, રહે.કનૈયા ચોક, જીવનનગર શેરી નં-1) ને દબોચી લિધા હતાં. પોલીસે પાંચ ફોન સહિત રૂ.1,12,370 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy