અમરેલી સહિત રાજયભરમાંથી ઉંચી રકમથી કાર ભાડે લઈ જઈ બારોબાર વેંચી નાખનાર ઠગ ગેંગ ઝડપાઈ: 28 કાર જપ્ત

Crime | Amreli | 09 May, 2024 | 03:54 PM
ક્રાઈમ બ્રાંચે રૂ.3 કરોડ 86 લાખની 28 કારનો મુદ્દામાલ કબ્જે લીધો: 70 વધુ કાર માલીકો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યાની વિગતો ખુલી: આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.9
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામેં રહેતા એક યુવકને ઉંચી રકમથી કાર ભાડે આપવાની લાલચ આપી, તથા અન્ય લોકોને  પણ આ ચાર જેટલા આરોપીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કરોડોની છેતરપીંડી કરનાર ઠગ ગેંગને પકડી પાડી, 28 કાર, કિંમત રૂપિયા 3,76,54,000 ના મુદામાલ સાથે અમરેલી એલ.સી.બી. તથા અમરેલી રૂરલ પોલીસ ટીમેં ઝડપી પાડી ગુજરાત વ્યાપી એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરી  છેતરપીંડી વિશ્વાસઘાત કરતી ઠગ ગેંગ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે રહેતા લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, નામનાં 30 વર્ષિય યુવકને સુરત ગામે રહેતા અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડોયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતીલાલ જરીવાલા, મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, યોગેશ વિનુભાઈ પટેલ, તથા મિત ચંદ્રકાંતભાઈ રાઠોડ, વાળા આરોપીઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવવાના માટે થઈ સમાન ઇરાદો પાર પાડવા પોતાના પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ ઘડીને લાલજીભાઈ પાસે નવી કાર નં. જી.જે.14.બી.ડી.4371 કિમત રૂપિયા 14,50,000 ની ખરીદ કરાવી લઈ અને તે નવી કારનું ઉંચુ ભાડુ મેળવવાના આરોપીઓએ યુવકને સપનાઓ બતાવી, સુરતમાં મેટ્રો ટ્રેનના કામમાં ગાડી ભાડે મુંકવાનું કહી, નવી કાર સુરત લઈ ગયા હતા.

પરંતુ આરોપીઓ લઈ ગયેલ નવી કાર મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહી મુંકી તે નવી કાર બારોબાર કાર યુવકની જાણ જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દીધી હતી., આ ઉપરાંત આ આરોપીઓએ અલગ અલગ અન્ય 23 જેટલાં લોકો સાથે પણ આવી રીતે છેતરપીંડી વિશ્વાસઘાત કરી, ગુનો કરેલ હોય, આ અંગે લાલજીભાઈએ આરોપીઓ વિરૂધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 406, 420, 120બી, 34, 114 મુજબ ફરીયાદ કરેલ હતી. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ, ફરિયાદી યુવક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, તેમના મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી, ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે, તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ.  આર.જી. ચૌહાણની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડોયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતીલાલ જરીવાલા, મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, યોગેશ વિનુભાઈ પટેલ, તથા મિત ચંદ્રકાંતભાઈ રાઠોડ, નામનાં આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડી, આરોપીઓની સઘન પુછપરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઉચી રકમે કાર ભાડુ આપી, કાર મેળવી, અન્ય પાસે ગીરવે મુકેલ હોવાની હકિકત જણાવતા, એલ.સી.બી. ટીમ દ્રારા સંડોવાયેલ કુલ 28 કાર કિંમત રૂપિયા 3,76,54,000 ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.

આ બનવાની તપાસ દરમિયાન આરોપીઓ ઉંચી રકમથી કાર ભાડે આપવાની લાલચ આપી, લોકો પાસે નવી કાર લેવડાવી, કાર ભાડે રાખતા હતા. થોડા સમય કારનું ભાડુ ચુકવ્યા બાદ આ ઢગ ટોળકી કાર માલીકની જાણ બહાર કાર બારોબાર અન્ય સ્થળે ગીરવે મુકી દેતા હતા. અને કારના બદલામાં મોટી રકમ મેળવી અને લઇ કાર માલીકને કાર ભાડુ આપવાનું બંધ કરી, કાર માલીકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા હતા. આ કામની તપાસ દરમિયાન આરોપીઓએ 70 થી વધુ કાર આવી રીતે મેળવી હોવાની હકિકત જણાય આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj