1962 પછી પ્રથમ વખત બનાસકાંઠાને મહિલા સાંસદ મળશે

ગેનીબેન ઠાકોર ઇફેક્ટ: રાજકોટ બાદ બનાસકાંઠાની ચૂંટણી નેશનલ હોટ ટોપીક બની

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 02 May, 2024 | 05:06 PM
♦ બનાસની બહેન (ગેનીબેન) વિરૂધ્ધ બનાસની દિકરી (ડો. રેખાબેન ચૌધરી)ના જંગમાં ગેનીબેન સ્ટાઇલથી પ્રચાર ભાજપ માટે ચિંતા: ગુજરાતમાં કોંગ્રેસને આ બેઠક પર સૌથી વધુ આશા
સાંજ સમાચાર

♦ ગેનીબેન ઠાકોરનો પ્રચારમાં લોકલ ટચ: ડો. રેખાબેનને મોદીની છબી પર મુખ્ય આધાર: કોંગ્રેસમાં ક્રાઉડ ફંડીંગનો પહેલો વિચાર પણ ગેનીબેનને આવ્યો હતો: મોદી બાદ હવે પ્રિયંકા પણ અહીં પ્રચાર માટે આવશે

રાજકોટ, તા.2
ગુજરાત લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમુદાયના આંદોલનના કારણે રાજકોટ સહિતની અનેક બેઠકો પર એક બાજુ રાજકીય સમીકરણો રસપ્રદ બની રહ્યા છે તે સમયે જ કોંગ્રેસના ઉમેદવારો  દ્વારા જે રીતે જબરી ટક્કર અપાઇ રહી છે તેના કારણે આ બેઠકો પર રાજકીય વિવેચકોનું ધ્યાન કેન્દ્રીત થયું છે અને તેમાં બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચેની ટક્કરએ સમગ્ર દેશનું કેન્દ્રીત કર્યું છે.

પાકિસ્તાનની સીમાથી ફકત 30 કિ.મી. દૂર આ જિલ્લો બે મહિલાઓ વચ્ચે રણસંગ્રામ જેવું બની ગયું છે. ખાસ કરીને ગેનીબેન ઠાકોરનો આક્રમક પ્રચાર તેમને સરસાઇ અપાવી રહ્યું છે. છેલ્લે 1962માં આ બેઠક પર કોંગ્રેસની ટીકીટ પર જોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા.

આમ 62 વર્ષ બાદ બે મહિલાઓની ટક્કર આ બેઠક પર થઇ રહી છે. ખાસ કરીને તેઓની રાજકીય પૃષ્ટભૂમિ પણ રસપ્રદ છે અને તેઓને ભાજપનો મુકાબલો કેમ કરવો તે પણ વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા બે વખત જીતીને સાબિત કરી દીધું છે.

આદિવાસી અને ઠાકોર વિસ્તારમાં બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં કુલ 7 વિધાનસભા બેઠકમાંથી ચાર ભાજપ પાસે છે, બે પર કોંગ્રેસ અને એક પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. અહીં ઠાકોર અને ચૌધરીનો જંગ પણ જોવાઇ રહ્યો છે અને જ્યારે જ્યારે આ જંગ થયો છે ત્યારે ઠાકોરનો વિજય થયો હતો. રેખાબેન ચૌધરી એક શિક્ષિત ઉમેદવાર છે અને તેઓ લોકસભામાં સભ્ય બનવા ઇંગ્લીશ આવડવું જોઇએ, બોલતા આવડવું જોઇએ તેમ કહીને ગેનીબેનની આ આવડત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

રેખાબેન અત્યાર સુધીમાં સ્થાનિક ચૂંટણી પણ લડ્યા નથી પરંતુ તેઓ બનાસ ડેરીના સ્થાપકના પૌત્રી છે. તે નાતે ભાજપે તેને ટિકિટ આપી હતી. ગેનીબેને ક્રાઉડ ફંડીંગ મારફત પણ નાણાં ઉઘરાવીને પોતાના વોટની સાથે નોટની જે અપીલ કરી હતી તે પણ રસપ્રદ નિવડી રહી છે. અને ગુજરાતમાં જો ભાજપ માટે કોઇ મુશ્કેલ બેઠક હોય તો તેમાં બનાસકાંઠાનો સમાવેશ નંબર-1 પર થઇ રહ્યો છે.

આ વિસ્તારમાં ઠાકોર સમાજના મતો 4.50 લાખ છે અને તે ક્ષત્રિય ઠાકોર તરીકે ઓળખાઇ છે અને તેથી ક્ષત્રિય આંદોલનની અસર પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાને આવરી લીધી સભા યોજીને ગેનીબેનના પ્રભાવને તોડવા માટે પ્રયત્ન કર્યો હતો તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પણ અગાઉ કહી ગયા હતા કે અહીંના ઉમેદવાર (ગેનીબેન) આપણને દરેક સમયે નડે છે અને તેથી તેનો ઇલાજ લોકસભા ચૂંટણીમાં કરવાનો છે.

પરંતુ ગેનીબેનની પ્રચાર સ્ટાઇલ એ સૌને આકર્ષી રહી છે તેમનું પિયર અને સાસરુ બંને આ વિસ્તારમાં છે અને તેથી તેઓ સ્થાનિક સ્તરે લોકો સાથે ઝડપથી ભળી જાય છે. જ્યારે ડો.રેખાબેન ચૌધરી હજુ બહારના જ ગણાય છે અને તેથી જ તેમને માટે સ્થિતિ જરા જુદી છે. આ જંગને બનાસની બહેન અને બનાસની બેટી તરીકે ઓળખવામાં આવે છે.

ગેનીબેનને બનાસની બહેન અને રેખાબેન બનાસની દિકરી તરીકે વંદન તેમ કહીને પોતાનો પ્રચાર શરુ કરે છે. સ્થાનિક લોકો ગેનીબેનને વધુ ઓળખતા હોવાથી તેઓને દરેક વર્ગમાંથી ટેકો મળી રહ્યાનો દાવો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj