બેડીના અમુક વિસ્તારમાં ચાર દિવસથી કચરો ઉપાડવાનું બંધ

Local | Jamnagar | 24 April, 2024 | 03:53 PM
સાંજ સમાચાર

જામનગર તા.24

જામનગર શહેરના વોર્ડનં-1ના બેડી વિસ્તારમાં ચાર ચાર દિવસથી કચરા ગાડી ન આવતાં સોસાયટીઓમાં કચરાના ગંજ જામી ગયા છે. જવાબદારો વિસ્તારમાં ડોકાતા પણ નથી અને કચરા ગાડીઓ આવે છે તે પણ ભંગાર જેવી હાલતમાં હોવાથી અડધો કચરો તો સોસાયટીઓમાં જ ઢોળાઈ જતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરો ઉપાડવા માટે લાખો રૂપિયા કોન્ટ્રાકટરોને ચુકવે છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં અવાર-નવાર કચરો ઉપડતો ન હોવાની ફરિયાદો ઉઠે છે.

ત્યારે શહેરના વોર્ડનં-1ના બેડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી કચરો ઉપાડતી ગાડી ન આવતા વિસ્તારની અનેક સોસાયટીઓમાંથી કચરો ન ઉપડતા કચરાના ગંજ જામી ગયા છે અને લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે. તો બીજી બાજુ વિસ્તારમાં ઉ કચરો ઉપાડવા આવતી કચરા ગાડી પણ ખખડધજ જેવી  હોવાથી તેમાં અડધો કચરો તો પરત સોસાયટીઓમાં જ ઢોળાતો જતો હોય છે. જે અંગેની વિસ્તારમાંથી અનેક ફરિયાદો ઉઠવા છતાં મ્યુ.તંત્રના જવાબદાર અધિકારીઓ કે, કોન્ટ્રાકટરો વિસ્તારમાં ડોકાતા પણ નથી. જ્યાંથી કચરો ઉપાડવામાં આવે છે. ત્યાં દવાનો છંટકાવ પણ કરવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj