રાજુલા ચૂંટણી ફરજના જવાનને મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી ગઠીયાએ રૂ9.93 લાખ ટ્રાન્જેકશન કરી લીધા

Crime | Amreli | 06 May, 2024 | 11:41 AM
બાબરા તાલુકામાં પવનચકકીનાં વાયર સહિતના સાધનોની ચોરી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.6
 પશ્ચિમ બંગાળના વતની અને CISF ચેન્નઈ, તમિલનાડુ ખાતે ફરજ બજાવતા અને હાલ અમરેલી જિલ્લાનાં રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી  ફરજમાં આવેલ પચિત્ર રામ નામનાં 51 વર્ષિય કર્મીને ગત તા. 3 ના રોજ મો.નં.6372707023 તથા નં. 8926251160 ના ધરાવતા કોઈ અજાણ્યા છે વ્યક્તિએ SBI નાં કસ્ટમર કેર અધિકારીની ખોટી ઓળખ આપી આ કર્મીને વિશ્વાસમાં લઈ કર્મીનાં મોબાઈત્ર ફોનમાં વોટ્સએપમાં  Banking Update.apk નામની ફાઈલ મોકલી અને આ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી કર્મીના SBI YONO  એપ્લીકેશન મારફત કર્મીની જાણ બહાર અજાણ્યા ઇસમે બદદાનતથી જુદી જુદી રકમની ટ્રાન્જેક્શન કરી કર્મચારીનાં ખાતામાં કુલ રૂપિયા 9,93,299  ઉપાડી લઈ કર્મચારી સાથે કોઈ અજાણ્યા ઇસમે વિશ્ર્વાસપાત કરી છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
 

પવનચક્કીના વાયરની ચોરી
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આવેલ હડીયાધાર વિસ્તારમા આવેલ પવનચક્કી લોકેશન નં.14 આવેલ પેનલ બોક્ષમાંથી ગત તા.25/4 રાત્રીના આશરે એકાદ વાગ્યાથી સવારના આશરે સાતેક વાગ્યાના અરસામા કોઈ અજાણ્યા વ્યક્તિએ અલગ-અલગ કંપનીની નાની મોટી એમ.સી.બી. નંગ-50 અંદાજીત કિમત રૂપિયા 10,000 તથા અઇઇ કંપનીના કોન્ટેક્ટર નંગ-5 અંદાજીત કિં.રૂ.25,000 તથા કોપર વાયર આશરે-150 મીટર અંદાજીત કિં.રૂ.10,000 મળી કુલ કિમત રૂ.45,000 મત્તાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાય છે.
 

યુવતી સાથે દુષ્કર્મ
બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે રહેતા દિપકભાઇ મનુભાઇ ચૌધરી નામનાં શખ્સે બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ભોગબનનાર 21 વર્ષિય યુવતિ સાથે નવા મકાનના બાંધકામ કરવા બહાને પરીચય કેળવી ભોગબનનાર ઘરે એકલા હોય તે વખતે આરોપીએયુવતીના ઘરે આવી તેણીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ ભોગબનનાર યુવતીને પકડી રૂમમાં લઇ જઇ બળાત્કાર ગુજારેલ અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી અમરેલી સેવા સદન ખાતે લગ્ન નોંધણી કરાવી બાદ ઘરે પરત મુકી ગયેલ હતો. ત્યાર બાદ ફરીવખત તેણીના ઘરે એકલી હોય તે વખતે મોટર સાયકલ નં.ૠઉં-14-અખ-6413 નું લઇને આવી ભોગબનનારને છરી બતાવી પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાં બેસાડી અપહરણ કરી સોમનાથ ખાતે આવેલ ગેસ્ટ હાઉસોમાં અવાર-નવાર બળાત્કાર ગુજારેલ તથા કોડીનારના વિરાટનગર સોસાયટીમાં મકાન ભાડે રાખેલ હતુ. ત્યાં પણ ભોગબનનાર સાથે અવાર-નવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj