રાજકોટ, તા.24
રાજયમાં આજથી ફરી ગરમી વધવાની હવમાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ગઇકાલે પણ વિવિધ સ્થળોએ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો હતો. આથી બપોરે આકરો તાપ અનુભવાયો હતો. મોટા ભાગનાં સ્થળોએ તાપમાન 39 ડિગ્રી ઉપર નોંધાયું હતું.
ગઇકાલે સૌથી વધુ ગરમ રાજકોટ ખાતે 39.7 ડિગ્રી નોંધાઇ હતી. આજ રીતે સુરેન્દ્રનગરમાં પણ 39.7 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે અમદાવાદ ખાતે 39.6, અમરેલીમાં 39.6, વડોદરામાં 39.2, ભાવનગરમાં 38.2, ભુજમાં 39.2 તથા ડિસામાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.
જયારે દિવમાં 32.8, દ્વારકામાં 30.2, ગાંધીનગરમાં 39.6, કંડલામાં 34.5, નલિયામાં 33, ઓખામાં 33.4 ડિગ્રી, પોરબંદર ખાતે 34.1, સુરતમાં 38.2 અને વેરાવળમાં 31.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy