જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ચાલતું ચકલી બચાવો અભિયાન: પ્રેરક કાર્ય

Local | Botad | 15 April, 2024 | 10:45 AM
દર રવિવારે ચકલીના માળા-પાણીના કુંડાનું કરવામાં આવતું વિતરણ
સાંજ સમાચાર

બોટાદ,તા.15 આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.14 રવિવારના રોજ હવેલી ચોક પાળીયાદ રોડ બોટાદ ખાતે સવારના 9 થી 12 કલાકે રાહત દરે ચકલીના માળા, માટીના કૂંડા અને મીની ચબૂતરાનું વિતરણ કરાયુ જેનો લાભ લેવા શહેરીજનોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળેલ. પૃથ્વી પર હરિયાળા જંગલ ને બદલે સિમેન્ટ કોક્રેટ ના જંગલ વધી રહ્યા છે જેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે ઘર આંગણે ચકલી ની ચી ચી ની ચિચિયારીઓ - કલરવ પાછી લાવવા અને ચકલી ને ઈશ્વરે વૃક્ષ પર માળો બાંધવાનું શીખડાવેલ નથી ત્યારે આ અભિયાન દ્વારા જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જાયન્ટ્સ સંસ્થા દ્વારા 10 હજાર ચકલીના માળા , પાણી માટે માટીના કૂંડા તથા પક્ષી માટે ચણ ની ડીશ નું રાહત દરે તબક્કા વાર વિતરણ થઈ રહ્યું છે. ગઈકાલે 1000 ચકલીના માળા અને 800 પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ડી. એ. દિપકભાઈ માથુકિયા, ફેડરેશન પ્રેસિડેન્ટ કેતનભાઇ રોજેશરા, દિલીપભાઈ ભલગામીયા, લાલજીભાઇ કળથીયા, પ્રકાશભાઈ ભીમાણી, મનસુરભાઈ ખલ્યાની, વિજયભાઈ વાળા, કુલદીપ વસાણી, દર્શનભાઈ પટેલ, જયદીપભાઇ પરમાર, અતુલભાઇ વાઘેલા, ભાવેશભાઈ ગજેરા, ગોપાલભાઈ સોની, ડો. અરવિંદ ભાઈ સોનાની,મનીષભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહેલ. (તસ્વીર: રીમલ બગડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj