►20 વર્ષીય યુવતીને રાત્રે દોઢ વાગ્યે અચાનક દુ:ખાવો ઉપડતા ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
રાજકોટ, તા.8
રાજકોટમાં રહેતી એક 20 વર્ષની યુવતીને બોય ફ્રેન્ડ સાથેના શરીર સંબંધથી ગર્ભ રહી ગયો હતો. પરિવારને જાણ થઈ જશે. તેવા દરથી આ ગર્ભ પાડવા યુવતીએ બજારમાંથી લીધેલી દવા પીધી હતી. જેથી અચાનક તબિયત લથડતા ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, તબિયત બગડી એટલે પરિવારને સત્ય હકીકત જાણ થઈ હતી. પણ ફરિયાદ ન નોંધવા પોલીસને નિવેદન આપ્યું છે. આ 20 વર્ષીય યુવતીને રાત્રે દોઢ વાગ્યે અચાનક દુ:ખાવો ઉપડતા ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીને ગત રાત્રે દોઢેક વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીને સતત માસિક સ્રાવની જેમ ગુપ્ત ભાગમાંથી લોહી વહી રહ્યું હતું. સાથે આવેલા પરિવારે જણાવ્યું કે, તેને ખૂબ દુ:ખાવો ઉપડ્યો છે. ઝનાના હોસ્પિટલના તબીબોને કેસ શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી આવી જાણકારી મેળવતા ખ્યાલ આવ્યો હતો કે, 20 વર્ષીય યુવતીએ તેના બોય ફ્રેન્ડ સાથે ત્રણેક માસ પહેલા શરીર સંબંધ બાંધ્યો હતો.
જે પછી અઢી માસનો ગર્ભ થયા બાદ યુવતીને જાણ થઈ હતી. તેણે પોતાના બોય ફ્રેન્ડને વાત કરી હતી. પરિવારમાં જાણ થશે તો બંને માટે અઘરું થઈ જશે. એવા ડર બાદ બજારમાંથી ગર્ભ પાડવાની દવા લીધી હતી. યુવતીએ આ દવા પીધી હતી. જે પછી અચાનક ગત રાત્રે દુ:ખાવો ઉપડતા પરિવારે હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરિવારને પણ અંતે જાણ થઈ હતી. જોકે, આ બાબતે યુવતી અને તેના પરિવારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દેતા પોલીસે માત્ર તેમના નિવેદન લીધા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy