સોના-ચાંદીમાં ફરી તેજીની ચમક : 10 ગ્રામનો ભાવ ફરી 75,000

Local | Rajkot | 26 April, 2024 | 04:22 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
સોના-ચાંદીના ભાવોમાં છેલ્લા ત્રણેક દિવસથી વધઘટ ધીમી પડી જવા સાથે ભાવમાં ઘટાડો થયા બાદ ફરી તેજીની ચમક આવી ગઇ હોય તેમ સોનુ 75,000ની સપાટીએ પહોંચી ગયું હતું. ચાંદીમાં પણ સુધારો હતો.  રાજકોટમાં હાજર સોનાનો ભાવ 500 રૂપિયાના ઉછાળાથી 75,000 સાંપડયો હતો. કોમોડીટી એકસચેંજમાં ભાવ 4પ0 વધીને 71,670 સાંપડયો હતો. ચાંદીનો હાજર ભાવ 400 રૂપિયા વધીને 83800 થયો હતો જયારે કોમોડીટી એકસચેંજમાં 81,200નો ભાવ હતો. 

ઝવેરીઓના કહેવા પ્રમાણે ભૌગોલિક ટેન્શનના કારણે વૈશ્વિક સ્તરે ભાવોમાં વારંવાર ઉથલપાથલ થતી રહી છે. લેબેનોનમાં ત્રાસવાદી જુથ પર ઇઝરાયલે હુમલો કર્યાનો રીપોર્ટ આવતા તેજી થઇ હતી. ઉપરાંત અમેરિકાના આર્થિક ડેટા નબળા આવ્યા હોવાના કારણોસર માનસ બદલાયુ હતુ અને તેજીનો ટ્રેન્ડ સર્જાઇ ગયો હતો. આવતા દિવસોમાં હજુ અફડાતફડીનો દૌર ચાલુ રહી શકે છે. ભારત સહિત વિશ્ર્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરતી હોવાથી ટ્રેન્ડ તેજીનો જ રહી શકે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj