ગોંડલ, તા.1
બાયોડીઝલનાં કાળા કારોબાર માટે કુખ્યાત ગોંડલ પંથકમાં તાજેતરમાં ગાંધીનગર પુરવઠા વિભાગ ની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા દરોડા પાડી રુ.21,75,000 ની કીંમત નાં 29,000 લીટર બાયોડીઝલ જપ્ત કર્યાની ઘટના અંગે કોંગ્રેસનાં આગેવાન યતિષભાઈ દેસાઈ એ રાજ્ય નાં મુખ્ય સચિવને કરેલી રજુઆતમાં જણાવ્યું કે ગાંધીનગરનાં પુરવઠા વિભાગે માત્ર નાની માછલી પકડી છે.
ગોંડલ બાયોડીઝલનાં કાળા કારોબાર નું સૌરાષ્ટ્ર નું હબ છે.હજારો લીટર નો જથ્થો ગોંડલ થી સૌરાષ્ટ્ર ગુજરાતમાં સપ્લાય થાય છે. ત્યારે તે બાબતે તંત્ર બેધ્યાન બની મોટા મગરમચ્છોને છાવરી રહ્યું છે.ગાંધીનગર થી તંત્રને દરોડા પાડવા દોડવું પડે તે આશ્ર્ચર્ય ની વાત છે.
બાયોડીઝલનાં બેફામ વેપલા અંગે સ્થાનીક પુરવઠા તંત્ર કે જવાબદાર અધિકારીઓને ધ્યાન બહાર હોય તે વાત માની શકાય તેવી નથી. આવા સંજોગોમાં સ્થાનીક પુરવઠા તંત્ર સામે ગંભીરપણે પગલા ભરવા યતિષભાઈ દેસાઈ એ જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy