ચૂંટણી ફરજનો થાક ઉતારતા સરકારી કર્મચારીઓ: કચેરીઓ ખાલી ખમ્મ...

Local, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 04:38 PM
રાજકોટની દરેક સરકારી કચેરીઓમાં આજે સવારથી ઉડે-ઉડેનો માહોલ: વહીવટી સહિતની કામગીરી બંધ
સાંજ સમાચાર

રાજકોટ,તા.8
રાજકોટ લોક સભાની ચૂંટણી ગઈકાલે શાંતિપૂર્ણ રીતે અને કોઈ અનિચ્છનિય બનાવ, વિના પૂર્ણ થઈ છે અને આ ચૂંટણી સુપેરે પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવનાર પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેકટર ઉપરાંત અનેક જુદા-જુદા સરકારી વિભાગોના હજારો કર્મચારીઓએ ગઈકાલે મોડીરાત સુધી ડિસ્પેસીંગ કામગીરી પૂરી કરી હતી.

આથી આજે સવારથી જ ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓને તેની કચેરીઓમાં થાકી ઉતારવા રજા મળી હોય આજે રાજકોટની દરેક સરકારી કચેરીઓમાં ખાલીખમ્મનો અને ઉડે-ઉડેનો માહોલ છવાયો હતો.બહુમાળી ભવન, કલેકટર, પ્રાંત, મામલતદાર કચેરીઓ તથા આર.એમ.સી.જિલ્લા-તાલુકા પંચાયતની કચેરીઓ આર.ટી.ઓ. કચેરી સહિતની કચેરીઓમાં આજે આખો દિવસ રજાનો માહોલ રહ્યો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ બેઠકની ચૂંટણીમાં 13 હજાર જેટલા કર્મચારીઓએ 2236 બુથો ઉપર બે દિવસ ફરજ બજાવી હતી.

તા.6નાં રોજ ચૂંટણી સામગ્રી સાથે બુથો ઉપર પહોંચી જઈ અને ગઈકાલે આખો દિવસ ચૂંટણી ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ ગઈકાલે મોડી રાત્રીનાં ફ્રી થયા હતાં.રાત્રીનાં ઈ.વી.એમ.સહિતનું ચૂંટણી સાહિત્ય સ્ટ્રોગરૂમમાં જમા કરાવી મધરાત્રે ઘરે પહોંચનાર સરકારી કર્મચારીઓને આજે રજા હોય દરેક કચેરીઓ, ખાલીખમ્મ નજરે પડી હતી.દરમ્યાન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીગણનો પ્રીસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-1, મહિલા પોલીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ચૂંટણી લક્ષી વહીવટી કામગીરી હેતું ફરજ સોંપાયેલ છે.

 મતદાન પૂર્ણ થયા બાદ ફરજ પરના કર્મચારીઓ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેઓને ફરજ પર હાજર ગણવામાં આવશે.

વધુમાં મતદાનના બીજા દિવસે એટલે કે આજે લાયસન્સ અને વાહન 4.0 સંબંધિત સંપૂર્ણ કામગીરી ચાલુ ન રહેતા આંશિક કામગીરી ચાલુ રહેશે. આથી અરજદારોને સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ યાદીમાં જણાવેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj