એકશન પ્લાન: નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા

ગુજરાતમાં સંભવિત હીટવેવ સામે સરકારનો એકશન પ્લાન તૈયાર

Gujarat, Saurashtra | Ahmedabad | 16 April, 2024 | 11:43 AM
‘ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન, પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એકશન પ્લાનનો અમલ થવો જોઈએ: મુખ્યમંત્રી
સાંજ સમાચાર

ગાંધીનગર: રાજયમાં ઉનાળું હવે આકરુ બન્યું છે અને આગામી સમયમાં ભારે હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આવી પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજય સ્તરે આગોતરું આયોજન કરાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એકશન પ્લાન તૈયાર કરાયો છે.

આ હીટવેવ સામેની લડતમાં રાજય સરકારના મહત્વપૂર્ણ આઠ વિભાગોને સાંકળીને આ એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં (1) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (2) શ્રમ અને રોજગાર (3) પાણી પુરવઠા (4) શિક્ષણ (5) પ્રવાસન (6) ઉર્જા (7) પરિવહન અને (8) શહેરી વિકાસ અને પંચાયત વિભાગનો સમાવેશ કરાયો છે.

ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી. જેની વિગતો આપતાં રાહત કમિશ્ર્નર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, રાજયમાં સંભવિત ભારે હીટવેવની પરીસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું ની માર્ગદર્શિકા અને એકશન પ્લાન અંગેની વિગતો રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાના વહીવટીતંત્રને પુરી પાડવામાં આવી છે.

મુખ્યમંત્રીએ પણ આ હીટવેવ સામે નાગરિકોને સુરક્ષા પુરી પાડવા માટે વિવિધ વિભાગોને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એકશન પ્લાનનો પુર્ણત: અમલ થાય તેવી તાકીદ કરી હતી. તેમણે, ‘ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એકશન પ્લાનનો અમલ કરવા અંગે પણ સૂચનો કર્યા હતા.

રાહત કમિશ્નર આલોક પાંડેએ કહ્યું હતું કે, મલ્ટીપરપઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજયના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટાની પ્રવર્તમાન પરીસ્થિતિને કારણે હીટવેવ આવતા નથી. છતાં જો હીટવેવ આવે તો રાજય સરકાર ઈફેકટીવ એકશન પ્લાન સાથે તૈયાર છે.

બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચીવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચીવ એમ.કે.દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચીવ એસ.જે.હૈદર, પ્રવાસન વિભાગના સચીવ હરિત શુકલા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચીવ અશ્ર્વિનીકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચીવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય વિભાગના કમિશ્નર હર્ષદ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj