મુંબઈ,તા.4
શેરબજારની દમદાર તેજીને પગલે ઈન્વેસ્ટરોનો નવો વર્ગ ઉમેરાતો જાય છે અને તેમાં નાના શહેરોની સંખ્યા મોટી છે. નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ પ્રમાણે મે મહિનામાં ટોપ-10 જીલ્લાઓમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં 19.4 ટકાનો વધારો થયો છે. રાજય સ્તરે મહારાષ્ટ્ર ટોપ પર છે જયાં નોંધાયેલા ઈન્વેસ્ટરોની સંખ્યા વધુ છે. બીજા ક્રમે ઉતરપ્રદેશમાં ઈન્વેસ્ટરોની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે.
સૌથી વધુ ઈન્વેસ્ટરો ધરાવતા ટોપ-10 જીલ્લાઓમા ગુજરાતના સુરત અને અમદાવાદ છે. દેશના કુલ ઈન્વેસ્ટરોમાં 6.2 ટકા દિલ્હીમાં 4.1 ટકા મુંબઈમાં, 1.5 ટકા બેંગ્લોરમાં, 1.4 ટકા પુનામાં, 1.3 ટકા સુરતમાં, 1.2 ટકા અમદાવાદમાં, 1.1 ટકા જયપુરમાં નોંધાયા છે.
પશ્ચિમ બંગાળનો નોર્થ 24 પરગણા જીલ્લો પ્રથમ વખત ટોપ-10ના લીસ્ટમાં આવ્યો છે જયાં ઈન્વેસ્ટરોની સંખ્યાનો હિસ્સો 1.1 ટકા છે. આ સિવાય નાગપુરનો 0.8 ટકા તથા કોલકતાનો 0.7 ટકાનો હિસ્સો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy