ગુજરાતના 182 ઉમેદવાર તેમાંથી 94 સૌરાષ્ટ્રના: તમામનો પાટનગરમાં કેમ્પ

ગુજરાતની સહકારી લડાઇ દિલ્હી પહોંચી: કાલે ભાજપના જ નેતાઓના ‘બળાબળ’ના પારખા

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 04:44 PM
♦ ભાજપે સત્તાવાર ઉમેદવાર બીપીન પટેલને જીતાડવા કમર કસી: મત આપવા તમામ મતદારોને સુચનારૂપી સંદેશો
સાંજ સમાચાર

♦ ઇફ્કોમાં સતત ત્રીજી ટર્મમાં પોતે જ જીતશે; જયેશ રાદડીયાનો હુંકાર: પાટનગરમાં જબરા કાવાદાવા

♦ ‘સહકારી યુધ્ધ’ની લોકલ રાજકારણમાં પણ અસર થવાની સહકારી નેતાઓને આશંકા: મતદારોની હાલત કફોડી

રાજકોટ, તા.8
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખત્મ થવા સાથે જ હવે સહકારી યુદ્ધના મંડાણ થઇ ગયા છે. ઇફ્કોની કાલે યોજાનારી ચૂંટણીમાં ભાજપના જ ત્રણ સહકારી નેતાઓ મેદાને પડ્યા હોવાથી જબરી ઉત્તેજના પ્રવર્તવા લાગી છે. સહકારી લડાઇ દિલ્હી પહોંચી હોય તેમ મતદારોને પાટનગર લઇ જનિે કેમ્પમાં રાખવામાં આવ્યા છે. ત્રણેય ઉમેદવારો દ્વારા અંતિમ ઘડીના કાવાદાવા થવાનું સ્પષ્ટ છે.

રાજકોટના સહકારી નેતા અને ધારાસભ્ય જયેશ રાદડીયાએ જીત મેળવવાનો વિશ્વાસ દર્શાવ્યો છે.
ઇફ્કોમાં ગુજરાતની ગ્રામ્ય મંડળીની બેઠક પર જંગ છે. ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારનો મેન્ડેટ બીપીન પટેલ (ગોતા)ના નામનો જારી કરવામાં આવ્યો હોવા છતાં જયેશ રાદડીયા તથા મહેસાણાના પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને ‘લડી લેવાનો’ મિજાજ દર્શાવ્યો હતો.

ઇફ્કોમાં સમગ્ર ગુજરાતના 182 મત છે તેમાંથી 94 સૌરાષ્ટ્રના મત છે. ભાજપના જ સહકારી નેતાઓ વચ્ચે વ્યકિતગત ધોરણે બળાબળના પારખા થવાનું નિશ્ચિત ગણવામાં આવી રહ્યું છે.

ઇફ્કોના બોર્ડમાં છેલ્લા બે ટર્મથી ડાયરેક્ટર રહેલા જયેશ રાદડીયાનો સંપર્ક કરતાં તેઓએ કહ્યું કે પોતે અગાઉ જ ફોર્મ ભરી દીધું હતું અને હવે આવતીકાલે ‘લડી લેવાશે’. મતદારોએ દિલ્હીમાં જ મુકામ કર્યો છે. બહુમતી મતદારોનું સમર્થન હોવાથી જીતનો વિશ્વાસ છે. પાર્ટીનો મેન્ડેટ બીપીન પટેલના નામનો જારી થયો છે. સહકારી રાજકારણમાં મેન્ડેટ હોતો નથી છતાં ભાજપ દ્વારા અપાયો છે. ગુજરાતની એક માત્ર બેઠક પર જ કેમ મેન્ડેટ અપાયો તે પણ સવાલ છે. આ જ મુદ્દે ભાજપના જ સહકારી નેતા દિલીપ સંઘાણીએ ઉઠાવ્યો હતો. તેનો રાદડીયાએ પુર્નોચ્ચાર કર્યો હતો.

બીજી તરફ ભાજપ દ્વારા જેમનો સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે તેવા બીપીન પટેલની તરફેણમાં મતદાન કરવા પાર્ટી તરફથી મતદારોને સંદેશા પાઠવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાજપ સંગઠનના સૂત્રોએ કહ્યું છે કે પ્રદેશ નેતાગીરીની સુચના પ્રમાણે સંબંધિત જીલ્લાના તમામ મતદારોને બીપીન પટેલને મત આપવાની ટેલીફોનિક સુચના આપી દેવામાં આવી છે. મતદારો હવે પાર્ટી લાઇનમાં રહે છે કે વ્યકિતગત રીતે પોતાના નેતાને મત આપે છે. તેના પર મીટ છે. મતદારોની હાલત કફોડી બન્યાનું એક આગેવાને કહ્યું હતું.

ભાજપના સહકારી વોકના આંતરિક બળાબળના પારખામાં કોણ મેદાન મારી જાય છે તે આવતીકાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. કાલે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થશે અને તે પૂર્ણ થયા બાદ મતગણતરી કરીને જાહેર કરી દેવામાં આવશે. સહકારી આગેવાનો એવો દાવો કરી રહ્યા છે કે ઇફ્કોના જંગ બાદ તેના પ્રત્યાઘાતો ભાજપના આંતરિક રાજકારણમાં પણ પડી શકે છે. ભાજપ સહકારી ચૂંટણી પણ પાર્ટીના ધોરણે જ લડતું રહ્યું છે. ઇફ્કોમાં પણ બીપીન પટેલને મેન્ડેટ આપીને પ્રણાલી જાળવી રાખી હતી.

પાર્ટીના આદેશ છતાં મેદાને પડેલા જયેશ રાદડીયા તથા પંકજ પટેલે બળવો કર્યાનું ગણાશે કે કેમ? અને તે સંજોગોમાં પાર્ટીનું વલણ કેવું રહેશે સહિતના મુદાઓ આવતા દિવસોમાં ચર્ચાની એરણે ચડી શકે છે. આવતા દિવસોમાં લોકલ સ્તરે પણ સહકારી ચૂંટણીઓ થવાની છે અને તેમાં પણ પ્રત્યાઘાતો પડી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj