IPL-2024માં ગુજરાતની ચોથી જીત તો પંજાબ કિંગ્સ સતત ચોથી મેચ હારી; સાઈ કિશોરે 4 વિકેટ લીધી

India, Gujarat, Sports | 22 April, 2024 | 09:40 AM
સાંજ સમાચાર

ચંદીગઢ : IPL-2024માં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 36મી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબની ટીમ સિઝનમાં સતત ચોથી મેચ હારી છે.

PBKS એ હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુર ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 20 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જીટીએ 143 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સાઈ કિશોર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી હતી.

ખેલાડીઓનું પ્રદર્શનઃ
પંજાબ માટે સાઈ કિશોરે 4 વિકેટ, હર્ષલે 3 સફળતા મેળવી, પ્રભસિમરન સિંહે સૌથી વધુ 35 રન બનાવ્યા. હરપ્રીત બ્રારે 29 રન અને સેમ કુરાને 20 રનનું યોગદાન આપ્યું હતું. મોહિત શર્મા અને નૂર અહેમદે પણ 2-2 વિકેટ લીધી હતી.

રન ચેઝમાં જીટીના કેપ્ટન શુભમન ગીલે 35 રન અને સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલ તેવટિયા 36 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ચોગ્ગા વડે ટીમને જીત તરફ દોરી હતી. પંજાબના હર્ષલ પટેલે ત્રણ અને લિયામ લિવિંગ્સ્ટનને બે વિકેટ મળી હતી

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj