સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાન જયંતીની ધર્મોલ્લાસ સાથે ઉજવણી : શ્રધ્ધા ભકિતના વિરાટ દર્શન

Gujarat, Saurashtra | Rajkot | 24 April, 2024 | 12:20 PM
રાજકોટ, વાંકાનેર, બગસરા, કોટડાસાંગાણી, ફલ્લા, કોડીનાર, માધવપુર(ઘેડ), ઉના, વીરપુર, જસદણ સહિતના ગામો-શહેરોમાં હનુમાન જયંતીના અવસરે શોભાયાત્રા, બટુક ભોજન, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના અનુષ્ઠાનોમાં ભકતો ઉમટી પડયા : સૌરાષ્ટ્ર-કચ્છ હનુમાનમય બન્યું
સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
‘જય હનુમાન જ્ઞાન ગુણસાગર’ના સૂરો સાથે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાનજી મહારાજની જન્મ જયંતિ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાઇ, ઠેર ઠેર શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, મારૂતિ યજ્ઞ, શ્રૃંગાર, બટુક ભોજન, મહાપ્રસાદ સહિતના આયોજનોમાં વિશાળ સંખ્યામાં ભાવિકોને લાભ લીધો હતો.
 

રાજકોટ
રાજકોટમાં દરેક વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિર તથા દેરીઓમાં હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. શહેરમાં બે શોભાયાત્રા યોજાઇ હતી. બાલાજી હનુમાનજી મંદિરે પ1 કુંડી મારૂતિ યજ્ઞ સહિતના આયોજનો કરાયા હતા.
 

વાંકાનેર
વાંકાનેર શહેરમાં મેઇન બજારમાં આવેલ 100 વર્ષ પુરા થતા આજે હનુમાન જન્મોત્સવ ભકિતભાવ સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે મારૂતિ યજ્ઞ, શ્રીરામ ધુન, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દિવસભર શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. આ પાવનદિને હજારો લોકએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

આજના શ્રી હનુમાન જન્મ જયંતિના પાવનદિને શહેરના વિવિધ મંદિરો જેવા શ્રી મકરધ્વજ બાલા હનુમાન મંદિર (રામચોક), જીનપરા વિસ્તારના પ્રસિધ્ધ શ્રી ચિત્રકુટ મંદિર, પાર્થધ્વજ હનુમાનજી મંદિર, બાલા હનુમાનજી મંદિર (જીનપરા) રોડ તથા બડે બાલાજી (એસ.ટી. ડેપો પાસે), દરબારગઢ રોડ પર આવેલ બટુક હનુમાનજી મંદિર તેમજ  શ્રી ગાયત્રી શકિત પીઠ ખાતે વિવિધ કાર્યક્રમોના સુંદર આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં બટુક ભોજન, શ્રીરામધુન, મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ, સરબત વિતરણ, હનુમાન ચાલીસાના સમુહ પાઠ સહિતના અનેકવિધ કાર્યક્રમો થકી શ્રી હનુમાન જન્મ જયંતિની ભકિતભાવ થકી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે શહેરભરના તમામ હનુમાનજી મંદિરોને વિવિધ શણગાર અને રોશનીનો ઝગમગાટથી શહેર ભકિતના રંગે રંગાઇ ગયું હતું.
આ પાવન દિન પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા સાંસદ (રાજયસભા)ના રાજવી કેશરીદેવસિંહજી ઝાલા તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ દ્વારા તમામ હનુમાન ભકતોને હનુમાન જયંતિની ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.
 

બગસરા
બગસરા પાસે આવેલ મુંજીયાસર ડેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં બગસરા વાસીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી બપોર બાદ પાંચ વાગ્યે થી લોકો મહિલાઓ બાળકો મુંજીયાસર ડેમ પર આવેલ મેદાનમાં સહ પરિવાર સાથે ઘરેથી લઇ આવેલ નાસ્તો તથા ઠંડક કરવા માટે ગોળા ગુલ્ફી આઈસ્ક્રીમ પાણીપુરી સહ પરિવાર સાથે તેનો આનંદ લઇ આ મેળાની મજા માણી હતી.
 

કોટડાસાંગાણી
કોટડાસાંગાણી સહિત તાલુકામાં હનુમાન જયંતિની નિમિત્તે તમામ હનુમાજી મંદિરો ખાતે વિવિધ કાર્યક્ર મોંનું આયોજન કરવામાં આવેલ હતું હનુમાનજી મંદિરે આરતી પ્રસાદ બટુક ભોજન ખૂબ ભવ્ય રીતે હનુમાનજીના મંદિરોમાં અનેક કાર્યક્રમો કરવામાં આવેલ હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી કોટડા સાંગાણીમાં દરેક હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની નિમિત્તે મહાપ્રસાદ બટુક ભોજન આરતી અનેક કાર્યક્રમો યોજવામાં આવેલ કોટડાસાંગાણી માં બાલાજી હનુમાન મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવેલ મહાપ્રસાદ દરેક લોકોએ પ્રસાદનો લાભ લેવામાં આવેલ તેમાં હિંદુ મુસ્લિમ નું એકતાનો ઉદાહરણ જોવા મળેલ સર્વે સાથે મળીને હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોટડાસાંગાણી આજુબાજુ પંથકોમાં ખરેડા રાજગઢ માણેકવાડા અરડોઈ ભાડવા રાજપરા સોરીયા નવીખોખરી અન્ય ગામોમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ ઠેર ઠેર પ્રસાદનો અને બટુક ભોજનનો અને આરતી અન્ય પ્રોગ્રામો કરવામાં આવેલ હતા તેમાં હનુમાન જયંતિ ની ભવ્ય રીતે ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
 

ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે હનુમાન જયંતિ નિમિતે શ્રી હનુમાન મહારાજની શોભાયાત્રા નીકળી હતી. વિહીપ તથા બજરંગદળ આયોજીત શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી.
 

કોડીનાર
કોડીનાર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચોરવાડી હનુમાનજી મંદિર સહિત મજેવડી હનુમાન,પંચમુખી હનુમાન,ચેતન હનુમાન (સીતારામ ગ્રુપ),બાલા હનુમાન (ફેક્ટરી), સાગર હનુમાન મૂળદ્વારકા,વીર ચેતન હનુમાન પેઢવાડા સહીત વિવિધ હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે મારુતિ યજ્ઞ, ચોલા દર્શન,અખંડ રામધૂન, બટુક ભોજન, અન્નકૂટ, પૂજન, બાઈક રેલી સહિતના વિવિધ ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
 

માધવપુર (ઘેડ)
માધવપુર સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે ભવ્ય અન્કોટ યોજાયો પોરબંદર સોમનાથ  હાઇવે ઉપર આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતી નિમિતે ભગવાન હનુમાનને અન્નકોટનો પ્રસાદ તારી ભવ્ય દર્શન યોજાયા ત્યારબાદ હનુમાન મઢી ગ્રુપ દ્વારા બાળકોને બટુક ભોજન યોજવામાં આવ્યું હતું. સંસારમાં બાળકોએ પ્રસાદ લઈ સૂર્યમુખી હનુમાનના દર્શન કર્યા હતા.
 

ઉના
એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્ર્વર ખાતે મારુતિધામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજે એસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સંસ્થાના વડા પુજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં હનુમાનજી મહારાજને 400 કીલો નો ફલકુટ ધરાવ્યો. પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીના હસ્તે દાદાની આરતી કરી ફલકુટ દર્શન ખુલ્લા મુકાયા હતા. ત્યારબાદ મંદિરના પટાંગણમાં મારુતિ યાગ કરાયો હતો. આ મહોત્સવ અંતર્ગત સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. 3000 જેટલા ભક્તો એ મહોત્સવમાં હાજરી આપી હતી. આવનારા દરેક ભાવિકોને ભોજન રુપી પ્રસાદ આપવામાં આવ્યો હતો.
 

ઊનાનાં સનખડા ગામે સજ્જ ગામ બંધ રાખી ઉત્સવ ઉજવ્યો
હનુમાનજી જન્મોત્સવ નિમિતે ઉજવણી સનખડા ગામના તમામ ખેડૂત અને વેપારી ની હાજરી સનખડા ગામ સજ્જડ બંધ ઉલાસ ઉત્સાહ અને ગામની એકતા અને ભાઈ ચારા ભાવના હનુમાનજી ગ્રુપ સનખડા દ્વારા અદભુત આયોજન થયા હતા.

ગામના તમામ લોકોએ એક પંગતમાં સાથે મહા પ્રસાદનું ભોજન કર્યું.દીપમાળા આરતી કરી હનુમાન ચાલીસાના પાઠ કરી અને હનુમાનજીના દર્શન કરી ગામ લોકો એ ધન્યતા અનુભવી હનુમાનજી અને ધાર્મિક ગીતો સાથે પુરા ગામ માં શોભાયાત્રા નીકળી ગામ લોકો એ પુરી શ્રદ્ધાથી પુરી શોભાયાત્રા માં હાજરી આપી ઉત્સવ મનાવ્યો10 હનુમાન ગ્રુપ સનખડા ના આયોજન થી ગામ લોકોમાં ધાર્મિક અને એકતા દર્શન કર્યા હતા.
 

વીરપુર
રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ અને જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામ માં એક અનોખા અને ભક્તો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા સંજા વાળી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં મંદિરની સેવા પૂજાઓ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ ભક્તજનોનું આસ્થા નું કેન્દ્ર છે અને તેઓની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની પણ ભક્તજનોમાં અટૂથ વિશ્વાસ અને શ્રદ્ધા છે.

રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં સંજાવાળી હનુમાનજી મંદિર આવેલ છે. આ મંદિરનો ચોક્કસ ઇતિહાસ કે સમય ગાળો તો મળતો નથી પરંતુ તે ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી યુગનું હોવાનું જાણવા મળે છે. આ હનુમાનજી મંદિર અન્ય હનુમાનજી મંદિર કરતા કંઈક અલગ છે. સામાન્ય રીતે કોઈ પણ હનુમાજી મંદિરની અંદર કપિ સ્વરૂપે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે પરંતુ આ સંજાવાળી હનુમાનજી મંદિરમાં માનવ સ્વરૂપે અને મૂછવાળા હનુમાજી મહારાજ બિરાજે છે અને લોકો તેની પૂજા અર્ચના કરે છે સાથે-સાથે આ મંદિરની વિશેષ વિશેષતાએ પણ છે કે અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પૂજા મહિલાઓ પણ કરે છે અને જોવા જઈ તો અહીં સવાર પડે એટલે મહિલાઓ મંદિરમાં આવી જાય છે અને મંદિરના તમામ કામ મહિલાઓ કરે છે જેમાં મંદિરની સફાઈથી શરૂ કરીને અહીં બિરાજતા માનવ સ્વરૂપ હનુમાજીની પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે.
 

જસદણ
જસદણ શહેર  વોર્ડ નંબર 5 આનંદ નગરમાં બિરાજતા તાત્કાલિક હનુમાનજી મહારાજ ના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે  કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા ઍ હાજરી આપી અને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લહાવો લીધો હતો તેમજ અહીં દાદાના મણીંદા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોય  પ્રસાદનો પણ લાભ લીધો હતો આતકે પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી યુવા ભાજપ આગેવાન યશવંત ઢોલરિયા ખેડૂત આગેવાન વલ્લભભાઈ ખાખરિયા પૂર્વ મહામંત્રી નિમેશભાઇ શુક્લ ખેડૂત આગેવાન જાદવભાઈ માળવીયા પાટીદાર અગેવાન હિતેશભાઈ માલસણા સહિતના આગેવાન દાદાના મણીંદા પ્રસાદ તેમજ દર્શનનો લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી  કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પીવાના પાણી માટે આલાંસગર ડેમમાં નર્મદાના નીર છોડવામાં આવતા લોકોમાં હર્ષ ની લાગણી અનુભવી હતી અને વિસ્તાર વાસીઓએ મંત્રી બાવળિયાનો આભાર પ્રગટ કર્યો હતો.

ભુરખીયા હનુમાન 
ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને મંગળવાર જેવો દિવ્ય યોગ પ્રાપ્ત થતાં ભાવનગરની ભાગોળે શિવકુંજ ધામ ખાતે ભુરખીયા હનુમાનજી નો દિવ્ય જન્મોત્સવ ખૂબ જ દિવ્યાતીદિવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ની નિશ્રામાં ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને હનુમાનજી નો જન્મોત્સવ વિશાળ જન્મે તેની સાથે ઉજવાયો જેમાં સવારમાં સત્યનારાયણ ભગવાનની કથા ત્યારબાદ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવેલ અને ત્યારબાદ વિધિપૂર્વક ભૂદેવો દ્વારા સુંદરકાંડ હોમ કરવામાં આવેલ જેના યજમાન પ્રદેશ કોડીનારના બ્રહ્મદેવ મુકેશભાઈ મહેતા પરિવાર સહિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj