(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.23
ધોરાજી ખાતે ધોરીયા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. ધોરાજીના મોચી બજાર ખાતે આવેલ ધોરીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.
મોચી બજાર ધોરીયા હનુમાન મંદિર ખાતે વર્ષ દરમ્યાન દરેક હિન્દુ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતી પ્રસંગે ભાવિકોએ બહોળી સંખ્યામાં પ્રસાદનો લ્હાવો લઈ દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા મોચીબજાર ધોરીયા હનુમાન ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy