રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મહિલા કર્મચારીને પતિ-સસરિયાનો ત્રાસ

Local | Rajkot | 23 April, 2024 | 12:12 PM
ભાવિશાબેને ગાંધીનગર રહેતા પતિ ગૌતમ વણવી અને સાસુ સસરા સામે ઉપલેટા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
સાંજ સમાચાર

રાજકોટ, તા.23
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મહિલા કર્મચારીને પતિ અને સસરિયાએ ત્રાસ આપતા ગુનો નોંધાયો છે. ભાવિશાબેને ગાંધીનગર રહેતા પતિ ગૌતમ વાણવી અને સાસુ સસરા સામે ઉપલેટા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ફરિયાદી ભાવિશાબેન(ઉ.વ.36)એ જણાવ્યું કે, મારા પિતાનું નામ ડાયાભાઇ ભોજાભાઈ ચૌહાણ છે. હું હાલ રાજકોટ લક્ષ્મી હોલ લક્ષ્મી શેરી નં-4 નાના મૌવા રોડ ખાતે રહું છું. મારા માતા પિતા ઉપલેટા ભીમનગર સોસાયટી જુના પોરબંદર રોડ પર રહે છે. હાલ હું ઉપલેટા મારા માવતર સાથે રહું છું અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં નોકરી કરું છું.

મારે સંતાનમાં એક દિકરો યુગ (ઉ વ.5) તથા દિકરી વૈદા (ઉ.વ.3) છે. બંને સંતાન મારી સાથે રહે છે. મારા લગ્ન ગઇ તા-29/11/2015 ના રોજ ગૌતમ બચુભાઇ વાણવી સાથે થયેલ. મારા લગ્ન દરમિયાન હું મારા પતિ સાથે ગાંધીનગર સી-305 શ્યામસ્ટ્રી કો.પો.સોસયટી પોર રોડ પોદાર સ્કુલની સામે રહેતી હતી. પ્રથમ પુત્રના જન્મ બાદ હું ફરી સગર્ભા બની હતી. આ દરમિયાન અવાર નવાર પતિ ઝઘડો કરતા. જેથી હું રીસામણે ઉપલેટા આવી ગઈ હતી. અહીં પુત્રીને જન્મ આપેલ. દરમિયાન અમારે સમાધાન થયેલ હોય જેથી હું મારા પતિ સાથે જુન 2021 મા ગાંધીનગર જતી રહેલ.

ફરી પાછા મારા પતિ મને નાની મોટી બાબતોમા મારી સાથે બોલાચાલી કરતા હતા. સસરા બચુભાઇ દાનાભાઇ વાણવી મને અવાર નવાર પગાર આપવાનું કહેતા હતા. સાસુ શારદાબેન નાની મોટી બાબતોમાં મેણાટોણા મારતા હતા. પતિ અપશબ્દો કહી ઢીકાપાટુનો મુઢ માર મારતા. ત્રાસ દિન પ્રતિદિન વધતો ગયો અને તે દરમિયાન ગાંધીનગર મધ્યાન ભોજન વિભાગમાંથી પ્રમોશન મળતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કરણસિંહજી હાઇસ્કુલમાં મારી બદલી થતા હું મારા સંતાનો સાથે રાજકોટ ભાડાના મકાનમાં રહેવા આવી ગયેલ હતી. પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj