રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં આશ્રય ગ્રીન ફોર્ચ્યુન હોટલ પાછળ રહેતો હાર્દિક નવીનભાઈ ગોઠી (ઉ.વ.29) બાઈક પર ગુંદાળા રોડ આટકોટ પાસે આવેલ પોતાની ફેક્ટરી બાલાજી કોટન જીનમાં જતો હતો ત્યારે સરધાર ગામના પેટ્રોલ પંપ સામે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માથે શરીરે ઈજા થઈ હતી. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. હાર્દિક અપરણિત છે. તેના માતાપિતાનો એકનો એક પુત્ર છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy