કરૂણાંતિકાની સીબીઆઇ તપાસની માંગ સાથે કોર્ટમાં અરજી

હાથરસ દુર્ઘટના: આયોજક સહિત 22 સામે એફઆઇઆર પણ મુખ્ય આરોપી ભોલે બાબાનું તેમાં નામ નહીં

India | 03 July, 2024 | 06:02 PM
લાશો જોઇ પોલીસ કર્મીનું હૃદય બેસી ગય
સાંજ સમાચાર

હાથરસ: ગઇકાલે યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલી નાશભાગમાં 134 જેટલા લોકોના મોતના મામલામાં સિકંદરરૌપોલીસે 22 લોકો વિરુધ્ધ એફઆઇઆર નોંધી હતી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ઘટના સ્થળેથી ફરાર થઇ જનાર ભોલેબાબાનું નામ એફઆઇઆરમાં નથી.

ફરાર થઇ ગયેલ નિષ્ઠુર બાબાને ઝડપી પાડવા પોલીસે ઠેર ઠેર દરોડા પાડ્યા હતા પણ હજુ બાબા હાથમાં નથી આવ્યા. આ મામલે વકીલ ગૌરવ ત્રિવેદીએ અલ્લાહબાદ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી આ કરુણાંતિક મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે.

મંગળવારે બપોરે 1 વાગ્યે હાથરસના ફુલરાઇ ગામે આ કરુણાંતિકા સર્જાઇ હતી.
સત્સંગ પૂરો થયા બાદ જ્યારે ભોલે બાબા બહાર આવ્યા તો મહિલાઓ તેમના ચરણરજ લેવા દોડવા લાગી હતી. ભીડને વિખેરવા બાબાના સ્વયંસેવકોએ વોટર કેનરનો ઉપયોગ કર્યો હતો. લોકો બચવા માટે નાસભાગ કરતા કચડાઇ જવાથી મોતને ભેટ્યા હતા. પોલીસે આ મામલે મુખ્ય આયોજક દેવ પ્રકાશ સહિત 22 લોકો સામે એફઆઇઆર નોંધી છે. ચોંકાવનારી વાત એ છે કે એફઆઇઆરમાં મુખ્ય આરોપી ભોલેબાબા ઉર્ફે હરિ નારાયણ સાકરનું નામ જ નથી. બાબા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ તેમના મેનપુરી આશ્રમે પહોંચી હતી પણ ત્યાં બાબા નહોતા.

80 હજારની પરમિશન 2.5 લાખ લોકો પહોંચ્યા
પ્રશાસને બાબાના સત્સંગ માટે 80 હજાર લોકોની હાજરી માટે મંજુરી આપી હતી પણ સત્સંગમાં અઢી લાખ લોકો પહોંચ્યા હતા.પોલીસ કર્મીનું લાશો જોઇ હૃદય બેસી ગયું નાશભાગ દરમિયાન લોકો કચડાઇને મરતા ઘટના સ્થળે લાશોના ઢગલા થયા હતા. આ લાશોના ઢગલા જોઇ ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસ કોન્સ્ટેબલનું હૃદય બેસી ગયું હતું.

► બાબા ક્યાં છે ? બે થિયરી સામે આવી
હાથરસ જિલ્લાથી 47 કિલોમીટર દૂર આવેલા ફુલરાઈ ગામમાં મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યે આ અકસ્માત થયો હતો. તે સમયે ગામમાં ભોલે બાબા હાજર હતા. પરંતુ, નાસભાગ થતાં જ તે ભાગી ગયો હતો. તેના ઠેકાણા વિશે હાલ કોઈ માહિતી નથી. દરમિયાન, બે થિયરી બહાર આવી છે. પ્રથમ તો બાબા પોલીસની કસ્ટડીમાં છે. તેમને મૈનપુરીના બિછવા શહેરમાં સ્થિત રામ કુટિર આશ્રમમાં રાખવામાં આવ્યા છે. આશ્રમની અંદર અને બહાર ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

મામલો ઠંડો પડતાં જ પોલીસ તેની ધરપકડ બતાવી શકે છે. બીજી થિયરીમાં કહેવામાં આવી રહ્યું છે કે બાબાએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે. તે ફરાર થઈ ગયો છે. પોલીસ તેનું લોકેશન શોધી શકી નથી.

30 એકરમાં આશ્રમ, 10 વર્ષ પહેલા મૈનપુરી પહોંચ્યો હતો : 
ગામમાં બાબાનો આશ્રમ 30 એકરમાં ફેલાયેલો છે.  જ્યાં કોઈ ભગવાનની મૂર્તિ નથી.  2014 માં, તેણે પોતાનું રહેઠાણ બહાદુર નગરથી બદલીને મૈનપુરીના બિછવા કર્યું અને આશ્રમનું સંચાલન સ્થાનિક વહીવટકર્તાના હાથમાં છોડી દીધું.  સૂત્રોએ જણાવ્યું હતું કે તેનું સ્થાન બદલાયું હોવા છતાં, દરરોજ 12,000 લોકો આશ્રમની મુલાકાત લેતા હતા.

મીડિયાથી અંતર જાળવનાર બાબા દરેક ગામમાં ઊંડો પ્રવેશ ધરાવે છે.  અનુયાયીઓ ભગવાન શિવની જેમ તેમની પૂજા કરે છે.  તેથી જ તેમનું નામ ભોલે બાબા રાખવામાં આવ્યું.

આધુનિક લુક અપનાવ્યો : 
ભોલે બાબા અન્ય બાબાઓની જેમ ભગવા પોશાક પહેરતા નથી.  તેઓ તેમના સત્સંગમાં થ્રી-પીસ સૂટ અને રંગીન ચશ્મામાં જોવા મળે છે.  સૂટ અને બૂટનો રંગ હંમેશા સફેદ હોય છે.  ઘણી વખત તે કુર્તા-પાયજામા અને માથા પર સફેદ ટોપી પહેરીને સત્સંગમાં આવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj