રાજકોટ તા.18
નેશનલ હાઈવે ઓથોરીટીમાં નોકરી કરતા નીતીન જયંતીલાલ જેઠવાએ આપેલ રૂા.4 લાખના ચેક રિટર્ન થતા કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત એવી છે કે, ગાંધધીગ્રામના ગૌતમનગરમાં રહેતા દિનેશભાઈએ વર્ષોથી ઓળખતા અને મિત્રતાનો સંબંધ ધરાવતા અને નેશનલ હાઈવે ઓથોરિટીમાં નોકરી કરતા નિતીનભાઈ જયંતીલાલ જેઠવા (રહે. રામપાર્ક, કાલાવડરોડ)ને ઉછીના પેટે રોકડા રૂા.4,00,000 આપેલા હતા.
જે રકમ પરત આપવા બાબતે નિતીનભાઈએ ચેક આપેલો હતો. જે ચેક રિટર્ન થતા ફરિયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી.
જે કેસ ચાલી જતા રાજકોટની કોર્ટે આરોપી નિતીનભાઈ જેઠવાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ વાર્ષિક છ ટકાના વ્યાજ સાથે એક મહિનામાં ચુકવી આપવી અને જો એક મહિનામાં રકમ ન ચુકવે તો વધુ 3 મહિનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી.ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy