(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.8
હળવદ તાલુકાનાં કવાડીયા ગામે ધીરૂભાઈ જેમુભાઈ ડોડીયાના ઘરે પી.જી.વી.સી.એલ. કચેરીના અધિકારીએ વીજ ચેકીંગ કર્યું હતું અને તેઓને 2,56,897.80 પૈસાની વીજ ચોરી કરેલ છે. તે મતલબની ફરીયાદ જીયુવીએનએલ પોલીસ સ્ટેશન રાજકોટમાં વીજળી અધિનિયમ 2003 ની કલમ 135 મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હતો જે ગુન્હાની તપાસ કરી તેનું સ્પેશ્યલ ઈલેકટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાર્જશીટ કરેલ હતું.
જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતા તેની અંદર પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોનાં મૌખિક પુરાવા લીધેલ અને સાત દસ્તાવેજો રજુ કરેલ હતા જે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ તેમજ આરોપી ધીરૂભાઈ જેમુભાઈ ડોડીયાનાં એડવોકેટ એચ.એન. મહેતાની ધારદાર દલીલો ધ્યાને લઈને આ કેસની અંદર સ્પેશ્યલ જજ વી. એ. બુધ્ધએ આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy