માંગરોળ,તા.27
માંગરોળના માનખેત્રા ગામે યજમાન શ્રીરામ મંદિર માનખેત્રા તેમજ જયેશભાઇ વાલાભાઇ ખેર પરીવાર દ્વારા શ્રીરામ કથા પુજ્ય વકતા પરમ પૂજ્ય સતશ્રી સ્વામીજી રાત્રે 8 થી 11 વાગ્યા સુઘી તેમની સુ મઘુરવાણીમા સંગીતના તાલે સુંદર શ્રીરામ કથાનુ રસપાન કરાવી રહ્યા છે,તા.30/4/24 એ પુર્ણાહુતી રાખવામા આવેલ છે.
પરમ પૂજ્ય સતશ્રી સ્વામીજી નુ વિશ્વ હિન્દુપરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી ભુપતભાઇ ગોવાણી દ્વારા વિશ્વ હિન્દુપરિષદ નુ કેલેન્ડર તેમજ પંચાગ આપી અને ખેસ પહેરાવી સન્માનિત કરવામા આવ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુપરિષદ વિભાગ ના વિનુભાઇ મેસવાણીયા, પ્રખંડ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy