અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની સાથે લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું

Gujarat, Lok Sabha Election 2024 | Ahmedabad | 07 May, 2024 | 05:31 PM
અદાણીએ શાહીવાળી આંગળી બતાવીને કહ્યું ભારત પ્રગતિ કરી રહ્યું છે
સાંજ સમાચાર

અમદાવાદ,તા.7
લોકસભાની ત્રીજા ચરણની ચૂંટણી દરમિયાન સામનનથી માંડીને વીઆઈપી અને વીવીઆઈપીઓએ પણ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.દેશના ધનકુબેર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પરિવાર સાથે અમદાવાદના મકરબા ખાતેના મતદાન મથકે પત્ની સાથે સજોડે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પુત્ર અને પુત્રવધુ પણ હતાં. દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઊભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી.

ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા હતા. આજનો દિવસ લોકસભાની ઘણી બેઠકો માટે તેમજ અનેક રાજકીય અગ્રણીઓ માટે ખાસ છે. ત્યારે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પોતાનો મત આપવા ગુજરાતના અમદાવાદમાં મકરબા મતદાન મથક પર પહોંચ્યા હતા. તેઓ પોતાનો વોટ આપવા માટે પોતાના વારાની રાહ જોતા કતારમાં ઉભા જોવા મળ્યા હતા. આ પછી ગૌતમ અદાણી પોતાનો વોટ નાખ્યા બાદ પોતાની શાહીવાળી આંગળી બતાવતા જોવા મળ્યા હતા.

મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો. ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આગળ પણ આગળ વધશે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણી પણ ગૌતમ અદાણી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj