સારણ (બિહાર),તા.4
બિહારમાં પુલ તૂટવાનો સીલસીલો ચાલુ છે. બિહારમાં છેલ્લા 16 દિવસમાં 10 પુલ ધરાશાયી થયા છે જયારે સારણમાં માત્ર 24 કલાકમાં ત્રીજો પુલ જમીનદોસ્ત થઈ ગયો છે.
બનિયાપુરની બે પંચાયતો સરૈયા અને સતુઆને જોડતો પુલ પણ ગેરરીતિનો ભોગ બની ગયો છે. ગંદકી નદી પર પાણીના ભારે પ્રવાહને સહન ન કરી શકતા આ પુલ ધરાશાયી થઈ ગયો છે. જેના કારણે ડઝનબંધ ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
આ કારણે ગ્રામીણોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ સરૈયા અને સતુઆ પંચાયતને જોડતો મુખ્ય પુલ હતો. છાત્રો માટે પણ અપડાઉન માટે આ પુલ સહારો હતો.
પુલ ધસી પડવાના બનાવ બાદ સારણના ડીએમે જણાવ્યું હતું કે આ નાના પુલો ધસી પડવાના કારણ જાણવા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે. ગ્રામીણોના જણાવ્યા અનુસાર આ પુલનું નિર્માણ પાંચ વર્ષ પહેલા થયું હતું. નદીની સફાઈ બાદ જાણવા મળ્યું હતું કે પુલના કિનારા પાસે માટી ઓછી હોવાથી અને પાણીના ભારે પ્રવાહથી પુલ તૂટી ગયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy