સુરેન્દ્રનગરનાં દેદાદરામાં બાળક ઉપર રિવર્સમાં આવતું ટ્રેકટર ફરી વળતા કરૂણ મોત

Local | Surendaranagar | 27 April, 2024 | 12:43 PM
ટ્રેકટર ચાલકની બેદરકારીથી કોળી પરિવારમાં કલ્પાંત
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27
સુરેન્દ્રનગરના દેદાદરા ગામે 13 વર્ષના બાળક પર રિવર્સમાં ટ્રેકટર લેતા સમયે બાળક પર ટ્રેકટર ફરી વળતા બાળકનું મોત નિપજયું છે. સંદીપ પનારા નામનો 13 વર્ષનો બાળક મિત્રો સાથે રમત રમી રહ્યો હતો તે દરમિયાન ટ્રેકટર ચાલકે ટ્રેક્ટર પાછું લેતા ટ્રેકટર નીચે આવી ગયો હતો.

આ અંગેની વિગતો મુજબ મહીપતભાઇ ભુપતભાઇ પનારા જાતે ચુ.કોળી ઉં.વ.33 ધંધો મજુરી રહે.દેદાદરા ગામ મફતીયાપરા વિસ્તારમાં તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, દેદાદરા ગામે દેદાદરા-ઝાપોદર સી.સી. રોડ ઉપર તા.વઢવાણ આરોપી લક્ષ્મણભાઇ ધુડાભાઇ ભરવાડ રહે.દેદાદરા તા.વઢવાણ ટ્રેકટર નં.GJ-13-CB-1867 ના ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રેકટર (પાણીના ટાંકા સાથે) ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી ટ્રેકટર રીવર્સ લઇ ફરીયાદીના દિકરા સંદિપ મહીપતભાઇ પનારા જાતે ચુ.કોળી ઉં.વ.13 રહે.દેદાદરા તા.વઢવાણ વાળો રોડ ઉપર રમતો હોય જેની ઉપર ટ્રેકટરનું ડાબી સાઇડનું મોટુ ટાયર પેટના ભાગે ચડાવી દઇ પેટના અંદરના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુન્હો કર્યો હોય, આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. આર.ડી.ચૌહાણ વઢવાણ પો.સ્ટે. નાઓ કરે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj