ઉનાનાં દેલવાડા ગામે ગ્રામ પંચાયતની પાણીની ટાંકીની ગંદકી : નળના પાણીમાંથી જીવાતો નીકળી

Local | Veraval | 20 April, 2024 | 10:50 AM
પાણીજન્ય રોગચાળાની દહેશત : ટાંકી સાફ કરવા ગ્રામજનોની માંગ
સાંજ સમાચાર

ઉના, તા. 20 ઊનાનાં દેલવાડા ગામે પીવાં નાં પાણી ની ટેન્ક સફાઈ થતી નહીં હોવાનાં અભાવે પાણીમાં પાણી જન્ય જીવાતો નિકળતાં લોકો માં આક્રોશ ઊઠવા પામેલ છે લોકો માં પંચાયત ની બેદરકારી સામે રોષ સાથે જીવાત નાં વિડીયો સોશીયલ મીડીયા પર વાયરલ કરી રહ્યા છે. આર્થીક રીતે સદ્ધર અને મોટી ગ્રામપંચાયત ધરાવતી દેલવાડાની વસ્તી આધારીત વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ડ પંચાયત ને મળતી હોય દરેક જરૂયાત વિસ્તાર માં પાણીની ટેન્ક બનાવવાં જરૂરીયાત હોય પણ ધણાં સમય થી પંચાયત નાં સતાધીશો ની નિષ્ક્રિયતા નાં કારણે ધણાં મહિલાઓથી લોકોને પીવાનું અને વપરાશ હેતુ પાણી વિતરણ કરવામાં આવે છે તે ગંદુ અને ખરાબ વાસ મારતું પાણી હોવાથી લોકો નાં આરોગ્ય પર ખતરોં સમાન બની ગયું છે. તેમાં પણ હવે હદ વટી ગઈ હોય તેમ પાણી ની ટેન્ક નિયમિત રીતે સફાઈ કરવામાં નહીં આવતી હોવાનાં કારણે સેવાળ નાં ઠર જામી ગયાં છે અને તેમાં રહેલી જીવાતો પાણી મારફતે આવતી હોવાનાં કારણે પાણી જન્ય જતું આવતાં લોકો દ્વારા પંચાયત નાં સતાધીશોને જગાડવા વિડીયો વાયરલ સોશીયલ મીડીયા પર કરતાં ભારે ચકચાર ફેલાઇ છે આ બાબતે ગંભીર આક્ષેપ પણ કરાયા છે પરંતુ હાલ ભારે ગરમી નાં કારણે જુલાબ ઊલ્ટી નાં કેસો જોવાં મળી રહ્યા છે. ત્યારે ગંદુ અને જતું વાળું પાણી ઘરે ઘરે માંદગીનાં ખાટલા ઊભાં કરે તે પહેલાં લોકોનાં આરોગ્યની ચીંતાને ધ્યાને રાખીને પંચાયત નાં સતાધીશો એ પાણીનાં ટેન્ક સફાઈ કરાવી લોકોને શુધ્ધ પાણી વિતરણ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે. પંચાયત પાણીનાં ટાંકા અગાસી પર જામેલાં જીવાતોનાં ઝુડ અને સેવાળનાં થર દુર કરવાં દરેક પાણી વાલ આજુબાજુ સફાઈ કરાવીને તાત્કાલિક આ પ્રશ્ર્ન હલ કરવા લોક માગણી ઊઠી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj