જામ ખંભાળિયા, તા. 23
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા છેલ્લા સાત વર્ષમાં આશરે વિવિધ પ્રકારના 11,166 પશુઓને સારવાર પૂરી પાડવામાં સફળતા મેળવી છે. 6 ઑક્ટોબર 2017 ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પશુ સારવાર માટેની આવશ્યક સેવા (1962) નો પ્રારંભ થયો હતો.
આ સેવાના પ્રારંભથી આજ સુધીમાં વિવિધ પ્રકારના અબોલ પશુઓને તાકીદની સારવાર આપવા માટે 1962 ને સફળતા મળી છે. EMRi GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે 6 ઓક્ટોબર 2017થી આજ દિન સુધી 11,166 મૂંગા પશુઓને જરૂરી સારવાર આપવામાં આવી છે.
નગર કે કોઈપણ વિસ્તારમાં રખડતા કૂતરા,બિલાડી કબૂતર કે કોઈ પણ રસ્તે રઝળતા પશુ કે જે ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત 1962 હેલ્પ લાઈન નંબર પર ફોન કરીને જાણ કરવા 1962 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો. રાહુલભાઈ અને પાયલોટ પરેશભાઈ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી પશુઓને જરૂરી સારવાર તુરંત જ આપી શકાય. (તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy