2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે રાજયમાંથી જ રૂા. 200 કરોડનું ભંડોળ મેળવ્યું : દેશભરમાં નંબર-1

ગુજરાતમાં ચૂંટણી ભંડોળ અને ખર્ચમાં પણ કોંગ્રેસને મોટા માર્જીનથી પાછળ રાખી દેતું ભાજપ

India, Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 25 April, 2024 | 11:12 AM
2014ની ચૂંટણીમાં ભાજપના રૂા.65.88 કરોડના ખર્ચ સામે કોંગ્રેસનો ખર્ચ ચણા-મમરા જેવો રૂા. 1.26 કરોડ : 2019માં પણ કોંગ્રેસના રૂા.1.48 કરોડના ખર્ચ સામે ભાજપે અધધધ રૂા.54.34 કરોડનો ખર્ચ કર્યો : ચૂંટણી ખર્ચમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર રહ્યું
સાંજ સમાચાર

રાજકોટ, તા. 25
લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર રૂા. 95 લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકે છે પરંતુ રાજકીય પક્ષો માટે કોઇ ખર્ચ મર્યાદા નહીં હોવાનું ભરપુર લાભ ગુજરાતમાં ભાજપને મળી રહ્યો છે અને હાલમાં એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ દ્વારા અપાયેલા આંકડા મુજબ છેલ્લી બે ચૂંટણીમાં તમામ ર6 બેઠકો ઉપર કોંગ્રેસને પરાજીત કરી છે તેટલું જ નહીં ખર્ચ કરવામાં પણ ભાજપે કોંગ્રેસને મોટા માર્જીનથી પાછળ રાખી દીધી છે.

ચૂંટણી પંચ સમક્ષ રજુ થયેલા આંકડા મુજબ રાજયની બંને ચૂંટણીઓમાં ભાજપે ભંડોળ મેળવવામાં અને ખર્ચ કરવામાં કોંગે્રસ ઉપર સરસાઇ સ્થાપી દીધી હતી. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે એકંદરે રૂા.65.88 કરોડ અને રૂા.54.34 કરોડનો ખર્ચ કર્યો હતો. 

જયારે કોંગ્રેસ પક્ષે 2014માં ફકત રૂા. 1.36 કરોડ અને 2019માં રૂા.1.48 કરોડનો ખર્ચ કર્યો હતો. જોકે ભંડોળ મેળવવામાં પણ ભાજપે કોંગ્રેસને પાછળ રાખી દીધી છે. 2019ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 179.66 કરોડનો ભંડોળ મેળવ્યો હતો. જયારે કોંગ્રેસ પક્ષે ફકત રૂા. 20.50 કરોડનું ભંડોળ મેળવ્યું હતું.

દેશભરમાં લોકસભા ચૂંટણીમાં ખર્ચમાં 2019માં ગુજરાતનો ખર્ચ ત્રીજા ક્રમે રહ્યો હતો. જોકે સૌથી વધુ ખર્ચ મહારાષ્ટ્ર રૂા. 124.3 કરોડ, ઓડીસમાં રૂા. 68.56 કરોડનો ખર્ચ રાજકીય પક્ષોએ કર્યો છે અને 2019ની ચૂંટણીમાં ગુજરાતમાંથી જ ભાજપ અને કોંગે્રસ બંનેએ અંદાજે રૂા. 200 કરોડથી વધુનો ભંડોળ મેળવ્યું હતું.

જયારે મહારાષ્ટ્રમાંથી 142.6 કરોડ અને ઉતરપ્રદેશમાં રૂા.68.02 કરોડનું ભંડોળ મેળવ્યું હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે ત્રણ માસ પહેલા જ પ્રચાર શરૂ કરી દીધો હતો

રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક નેતાઓના પ્રવાસ ઉપરાંત પક્ષના સંમેલનો અને અન્ય આયોજનોથી ભાજપ 2024માં પણ ચૂંટણી ખર્ચમાં નવો રેકોર્ડ બનાવશે તેવા સંકેત છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj