હળવદમાં રિક્ષાના રાતે ફેરા કરતાં બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ટામી-ધોકા વડે હુમલો

Local | Morbi | 20 April, 2024 | 11:41 AM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 20
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતો નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી જાતે કોળી (22) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ ઘનશ્યામભાઈ મકવાણા, અશોકભાઈ ઘનશ્યામભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ મકવાણા રહે. ત્રણેય ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી અને વિષ્ણુભાઈ રાત્રિના સમયે રિક્ષાના ફેરા કરતા હતા તે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી અને વિષ્ણુભાઈને ગાળો આપી હતી તેમજ બંનેને લાફા માર્યા હતા અને ત્યારબાદ આનંદભાઈએ લોખંડની ટામી લઈને તથા ઘનશ્યામભાઈ લાકડાનો ધોકો લઈને ફરિયાદી તથા સાહેદને મારવા માટે આવેલ હતા અને ત્યારે ફરિયાદ સહિત બંને ભગવા જતાં ફરિયાદીને પગ ઉપર ટામી મારીને ફરિયાદીને નીચે પાડી દીધો હતો ત્યારબાદ તેને લોખંડની ટામી વડે અને લાકડાના ધોકા વડે માર મારીને ડાબા પગના ઢીંચણ, સાથળ અને જમણા પગે ઢીંચણના ભાગે માર મારીને ઇજા કરેલ છે આમ રીક્ષાના ફેરા કરવા બાબતે બે વ્યક્તિઓને માર મારવાના બનાવમાં સારવાર લીધા બાદ નરેશભાઈ વિંધાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
 

યુવાન સારવારમાં
મૂળ એમપીના ઈન્દોરનો રહેવાસી રોહિત સજનસિંહ (32) નામનો યુવાન મોરબીમાં જુના બસ સ્ટેશનમાં બસમાં ચડતા સમયે કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઇ હતી માટે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવેલ છે

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj