જામનગરમાં અભ્યાસ બાબતે પિતાના ઠપકા બાદ પુત્રીનો આપઘાત

Local | Jamnagar | 19 April, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

જામનગર તા.
જામનગર શહેરમાં કોલેજીયન યુવતીને અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

શહેરના ધરારનગર-1, વૈશાલીનગર-3માં રહેતી ભુમીકાબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.19) નામની કોલેજીયન યુવતીએ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ તાત્કાલિક તેણીને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. જે બાબતી મૃતક કોલેજીયન યુવતીના પિતા પ્રવિણભાઈ ટકુભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં જમાદાર એસ.એ.મકવા હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં.

પ્રવિણભાઈનું નિવેદન લેતાં તેમણે જાહેર કર્યુ હતું કે, ભુમિકાબેન કોલેજના 3જા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને બીજા સેમેન્ટરમાં એટીકેટી આવી હોવાથી અભ્યાસ બાબતે ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવતા ગળાફાંસો આપઘાત કરી લીધાનું જાહેર કર્યુ હતું.પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj