જુનાગઢમાં ભાજપ ઉમેદવારના વતન ચોરવાડમાં અને કોંગ્રેસ ઉમેદવારના ગામમાં 73 ટકા મતદાન

Saurashtra, Lok Sabha Election 2024 | Junagadh | 09 May, 2024 | 01:47 PM
સાંજ સમાચાર

જુનાગઢ તા.9
 લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ જવા પામી છે ત્યારે જુનાગઢની બેઠકમાં આ વખતે ઓછું મતદાન થવા પામ્યું છે.
 સાંસદ રાજેશ ચુડાસમાના વતન ચોરવાડ નગરપાલીકામાં 17 બુથ પર 73.53 ટકા જંગી મતદાન થયું હતું બુથ નં.139માં 82.9 ટકા જયારે બુથ નં.151માં 61.42 ટકા મતદાન થવા પામ્યું હતું. જયારે કોંગીના ઉમેદવારના સુપાસી ગામમાં બે જુથ પર 73.61 ટકા મતદાન થયું છે.

 રાજેશ ચુડાસમા લોકસભાના ઉમેદવારની ચોરવાડ નગરપાલીકા કોંગ્રેસ પાસે છે. જયાં 73.53 ટઠકા મતદાન થયું હતું. ચોરવાડ નગરપાલીકામાં 19935માંથી 14659 મતો પડયા હતા વધુ મતો 139 નંબરના બુથમાં 82.9 ટકા પડયા હતા. હીરાભાઈ જોટવા કોંગી ઉમેદવારના વતન સુપાસીમાં એક બુથ પર 70.24 ટકા બીજા બુથમાં 76.99 ટકા મળી કુલ 73.61 ટકા મતો પડયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj