સામાજિક સમરસતાનું ઉત્તમ કાર્ય મોરબીમાં જોવા મળ્યું હતુ. જેમા વાલ્મિકી સમાજના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા ભાનુબેન રાજુભાઈ પરમારની દીકરી ભુમિબેનના લગ્ન તા.12/4/24 ના રાખવામા આવ્યા હતા ત્યારે આ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવારના મહેન્દ્રભાઈ સવસાણી કે, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી છે તેઓએ તેમના માતા ધનીબેન તેમજ અશ્વિનભાઈ, જોસનાબેન, વૈશાલીબેન સાથે સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ભુમિબેન પરમારનું મોસાળું ભરવામાં આવ્યુ હતુ. આ શુભ અવસરે રાજુભાઈ પરમારના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા .
(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy