રાજકોટમાં વિધર્મી યુવાન 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

Local | Rajkot | 17 April, 2024 | 04:28 PM
માલવીયાનગર પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી, આ તરફ આરોપી સમીર સુમરાએ પોતાના પરિચિત વકીલની સલાહથી સગીરાને ભક્તિનગર પોલીસને સોંપી દીધી હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.17
રાજકોટમાં વિધર્મી યુવાન 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા ચકચાર મચી ગઇ છે. માલવીયાનગર પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી છે. જોકે જંગલેશ્વર અંકુરનગરમાં રહેતા આરોપી સમીર સુમરાએ પોતાના પરિચિત વકીલની સલાહથી સગીરાને ભક્તિનગર પોલીસને સોંપી દીધી હતી.

ગોકુલધામ આર.એમ.સી. ક્વાર્ટર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય માતાએ પોતાની 15 વર્ષીય દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું મારા સંતાનો સાથે રહું છું. ઘરકામ કરું છું. મારા લગ્ન આજથી આશરે ત્રેવીસ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક દિકરો 19 વર્ષનો છે. એક દિકરી 15 વર્ષની છે. જે ધો.10માં અભ્યાસ કરે છે.

વર્ષ 2020 માં મારા પતિનું બીમારીથી મોત થયું હતું. ગત તા.12/4/2024 ના દિવસે હું મારા ભાઈ સાથે રાજસ્થાન ગઇ હતી. તા.13ના રાત્રે 11:30 વાગ્યે મારી દિકરી પાસે ફોન પકડાવાથી તેના ભાઈએ તેને ઠપકો આપ્યો હતો. બાજુમાં રહેતા પાડોશી બહેનના ઘરે દીકરીને સુવા મોકલી આપેલ. ત્યાર બાદ તા 14ના વહેલી સવારેના આશરે ત્રણેક વાગ્યે પાડોશી બહેને મારા દિકરાને જાણ કરી કે મારી દીકરી ક્યાંક જતી રહી છે.
જેની જાણ મને થયા પછી મારા દીકરાએ સગા સબંધી, બસ સ્ટેન્ડ અને ગોંડલ ચોકડી શોધવા ગયેલ પણ દીકરી મળી આવેલ નહીં. તા. 14ના સવારે આશરે 11 વાગ્યે મારા દીકરાએ મને જાણ કરી કે, બહેન મળી ગઈ છે. અને ભક્તિબગર પોલીસ સ્ટેશને છે.

હું બહેન ને લેવા જાઉં છું. પછી આશરે બપોરે બારેક વાગ્યે ભક્તિનગર પોલીસ સ્ટેશનથી દીકરીને લઈ આવેલ. ત્યાર બાદ અમે બપોર પછી ત્રણેક વાગ્યે મારા ઘરે આવેલ અને બાદ મેં મારી દિકરીને પુછેલ કે તને શું થયુ છે ? મારી દિકરી ડરતી હોય મને સરખો જવાબ આપતી ન હોય બાદ મેં આ બાબતે મારી દિકરીને શાંત પાડીને નિરાંતે પૂછતા, દિકરીએ રડતા રડતા પોતાની આપવીતી જણાવેલ કે, સમીર સુમરા સાથે મારે છેલ્લા આશરે 2 થી 3 વર્ષ થી પ્રેમસબંધ છે. અને અમે બન્ને અવારનવાર મળતા હતા. મને સમીર સુમરાએ મોબાઇલ આપેલ છે.

જેના થી હું અને સમીર વાતચીત કરતા હતા. રાત્રીના સમીરનો ફોન આવેલ અને મને જણાવેલ કે તું મારી સાથે ચાલ આપણે લગ્ન કરી લઇશુ જેથી હું ઘરેથી રાત્રીના આશરે સાડા ત્રણેક વાગ્યે નીકળીને આ સમીરના એક્સેસ પાછળ બેસીને તેના ઘરે ગયેલ અને તેના ઘરે તેના પરીવારના લોકો હતા અને એક વકીલ હતા જેમણે સલાહ આપેલ કે આ છોકરીની ઉંમર નાની હોય જેથી તમો આને ભક્તિનગર પોલીસ સ્ટેશન લઈને જાઓ જેથી તેના પરીવારના લોકો મને લઇને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગયેલ અને જ્યાં મારી પૂછપરછ કરેલ પછી ભાઈ ને ફોન કરેલ. એમ મને મારી દિકરી એ જણાવેલ હતું. જે પછી ફરિયાદી માતાએ માલવીયાનગર પોલીસ મથકે સમીર સુમરા સામે સગીરાના અપહરણ અંગે ગુનો દાખલ કરાવતા પોલીસે સમીરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj