રાજકોટ, તા. 24
રાજકોટ શહેર જિલ્લામાં ચૂંટણી આચારસંહિતાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ અત્યાર સુધીમાં દારૂ, રોકડ, સોના-ચાંદીના દાગીના સહિતના જપ્ત કરાયેલ મુદ્દામાલનો આંકડો પ.70 કરોડને આંબી જવા પામેલ છે.
આ અંગે કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 8,686 લીટર દેશી દારૂ પકડવામાં આવેલ છે જેની કિંમત 1,73,320 થવા જાય છે. જયારે 24.44 લાખનો વિદેશી દારૂના જથ્થાને ઝડપી લેવામાં આવેલ છે.
જયારે રાજકોટ શહેરમાંથી 1.પ6 લાખની 780પ લીટર દેશી દારૂ તેમજ 19,76,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાંથી અગાઉ 3ર લાખની રોકડ સાથે ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા એક વેપારીને ઝડપી લેવામાં આવેલ હતા. અત્યાર સુધીમાં જિલ્લામાંથી ધોરાજીમાં ર.11 લાખ, ગોંડલમાં 41.39 લાખ, જસદણમાં 5.10 લાખ, જેતપુરમાં 33.6ર લાખ, રાજકોટ પૂર્વમાં 85.10 લાખ, દક્ષિણમાં 6.પ1 લાખ અને રાજકોટ પશ્ર્ચિમમાંથી 3.22 કરોડનો મુદ્દામાલ ચૂંટણી પંચ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy