સુરેન્દ્રનગરમાં અભયમ ટીમે તરૂણીનું વાલીઓ સાથે મિલન કરાવ્યું : પરિવારજનોને રાહત

Local | Surendaranagar | 18 April, 2024 | 01:54 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18

સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાત્રીના 181 મહિલા હેલ્પ લાઈન પર એક જાગૃત નાગરિકનો ફોન આવેલ તથા જણાવેલ કે અહીં હાઇવે પરની એક હોટલ પાસે એક અજાણી નાની ઉંમરની છોકરી મળી આવેલ છે. જેની ઉંમર અંદાજિત 15 વર્ષ હોય માટે હાલ તેની મદદ માટે 181 અભયમની વાન ની મદદની જરૂર પડેલ. આથી 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ કાઉન્સલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ રીનાબેન શિયાળીયા અને પાયલોટ જીગ્નેશભાઈ ગોસ્વામી ઘટના સ્થળે પહોંચી પીડિતાનુ કાઉન્સેલિંગ કરતા તેણે જણાવેલ કે તેમના માતા છ દિવસ પહેલા મજૂરી કામ માટે મુંબઈના મંડગઢ ગયેલ હોય અને તેમના પિતા તારાપુર પાસે ગયેલ હોય તેમના માતા જોડે મુંબઈ જવાની અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરવાની હોય પરંતુ થોડા દિવસ પછી પીડીતાને તેમના પિતા તેમના ભાઈના ઘરે એટલે કિશોરીના કાકાને ઘરે વાડી વિસ્તારમાં મૂકીને તારાપુર ગયા છે. પણ કાકી વાડીમાં નિંદણ કરવાનું કામ કરાવતા અને ઘરકામ કરાવતા તથા માર મારતા હતા. આથી ઘરે કોઈ પણ હાજર ન હોય ત્યારે કીધા વગર નીકળી હતી. હોટલ પાસે આવીને ઊભા રહીને રડતા હોય ત્યારે હોટલના માલિકે તેની મમ્મી સાથે ફોન પર વાતચીત કરાવી હતી. હાલ તેની માસીના દિયરના ઘરે મૂકી તથા સવારે તેના માતાપિતા લઈ જશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj