ઉના,તા.27 ગીર સોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સ્ટાફ ઊના શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યા સવારે 10/05 વાગ્યે ઉના ટાઉનનાં ઉના દેલવાડા રોડ પર આવેલ જલારામ નગર, ઉના નગર પાલીકા નવી સાક માર્કેટ પાસે બાતમી આધારે શકીલ ઉર્ફે શકીલબાપુ મહમદ શબીર બાહારૂની રહે.ઉના નીચલા રહીમ નગર મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ કાર જેનાં રજી નં.GJ-15-CA-0028 કારમાં અંદરના ભાગે ચોરખાના બનાવી કેન્દ્ર સાશીત પ્રદેશ દીવ માંથી ઈંગ્લીશ દારૂ ભરી અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પ્રસાર કરી ને ઉના આવતાં જલારામ નગર, નવી ફીસ માર્કેટ પાસે લાકડી આડી રાખી ગાડી રોકાવા જણાવતાં પોલીસ જોઈ ગાડી ભગાડતા તેનો ફીલ્મી ઢબે પીછો કરીને ઉના શા એચ.ડી.હાઇસ્કુલ સામે આવેલ જગજીવન બાપુના મંદીર તરફ જવાના રસ્તે તલાશી લેતા વિવિધ કંપનીનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતાં ડીઝલની ટાંકી પાસે બનાવેલ ચોર ખાનું ખોલતાં દારૂ બોટલ નંગ- 177 ની કી રૂ.25,200/-નો મુદામાલ તેમજ વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતી સ્વીકટ કાર નં.GJ-15-CA-0028 કી.રૂ.2,00,000/- કુલ .રૂ.2.25,500નો મુદામાલ પકડી પાડી ને કાર મુકી નાશી છુટેલા શકીલ ઉર્ફે સકીલબાપુ શબીર વિરૂધ્ધ પ્રોહી કલમ 65(6) 08(2),99 મુજબ ગુન્હો એલ સી બી નાં પો હેડ કોન્સ્ટેબલ પી.બી.મોરી એ ઊના પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધું તપાસ ઉના પોલીસ એ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy