ભાજપના વધુ એક નેતાએ લખણ ઝળકાવ્યા

વડોદરામાં ભાજપના કાર્યકરે પક્ષની જ મહિલા નેતાનો હાથ ખેંચી છેડતી કરી

Gujarat, Crime | Vadodara | 09 May, 2024 | 05:20 PM
મહિલાની પાર્ટીને અને પોલીસને ફરિયાદ
સાંજ સમાચાર

વડોદરા, તા.9
દાહોદમાં બુથ કેપ્ચરીંગનું ‘પરાક્રમ’ કરનાર ભાજપના નેતાના પુત્રની ઘટના બાદ વધુ એક ભાજપ નેતાનું કરતુત બહાર આવ્યું છે. વડોદરામાં ભાજપના એક કાર્યકરે ભાજપના જ એક મહિલા નેતાની છેડતી કર્યાનો બનાવ બન્યો છે. આ મામલે મહિલાએ પાર્ટીમાં અને પોલીસમાં આ મામલે ફરિયાદ કરી છે.

ગુજરાતભરમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. વડોદરામાં શહેરમાં પણ શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.  આ દરમિયાન કમલાનગર બૂથ પર ભાજપના મહિલા નેતા અને ભાજપના કાર્યકર વચ્ચે ચકમચ ઝરી હોવાનું બહાર આવ્યું છે. વડોદરા શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ગયા હતા અને બુથ એજન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા.

આ દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો અને ગમે તેમ બોલવા લાગ્યો હતો.  બિભત્સ ગાળો બોલતા મહિલા કોર્પોરેટરે તેને અટાવ્યો હતો, પરંતુ હિરેન બ્રહ્મભટ્ટે પોતે ભાજપનો રાષ્ટ્રીય કાર્યકર હોવાનું કહીને મહિલા કોર્પોરેટરનો હાથ પકડીને ખેંચ્યો હતો.

ઘટના અંગે ભાજપના મહિલા નેતાએ સંગઠનમાં ફરિયાદ કરી છે. સાથે જ પોલીસ વિભાગને પણ અરજી કરીને ફરિયાદ કરી છે. મહિલા કોર્પોરેટરે જણાવ્યું કે, બધા પીધેલી હાલતમાં હતા. જેટલું ટોળું હતું એટલા બધા પીધેલા હતા. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj