કોડીનારના વેલણ ગામે ગરબા દ્વારા મહિલા મતદાન જાગૃતિ અપાઇ

Local | Veraval | 20 April, 2024 | 11:06 AM
સાંજ સમાચાર

કોડીનાર,તા.20 ગીર સોમનાથ જિલ્લાના 92-કોડિનાર વિધાનસભા મતવિસ્તારના વેલણ ગામે મહિલાઓમાં મતદાન જાગૃતિ લાવવા માટે અવસર રથ દ્વારા ગરબાના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગરબા એ ગુજરાતનો લોકપ્રિય તહેવાર અને મહિલાઓનો પસંદગીનો અવસર છે. ત્યારે ગરબાના માધ્યમથી મહિલાઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે માટે મતદાન અંગેના ગરબા દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ રથ દ્વારા લોકશાહીના પર્વમાં મતદાનનું મહત્વ તથા મહિલાઓની ભાગીદારી વધે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. વેલણ ગામની મહિલાઓ આ અવસરે ઉમંગ-ઉત્સાહથી સહભાગી થઈ હતી. તેમજ વેલણ ગામની બહેનો દ્વારા મતદાન અંગે શપથ લીધા હતાં.આ કાર્યક્રમમાં મામલતદાર કોડિનાર એન.જી.રાદડિયા તથા નાયબ મામલતદાર ભરત ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારી બી.જી.બગથરિયા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા ઝોનલ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj