ચૂંટણી પૂર્ણ થતાં જ ઇન્કમટેક્સ એકશનમાં; સુરતના ટેક્સટાઇલ્સ-મોરબીમાં સિરામીક ગ્રુપ પર દરોડા

Gujarat | Morbi | 09 May, 2024 | 04:15 PM
ઐશ્વર્યા ગ્રુપના ડઝન સ્થળોએ કાફલો ત્રાટક્યો: મોટી માત્રામાં બિન હિસાબી વ્યવહારો મળવાની આશંકા
સાંજ સમાચાર

રાજકોટ, તા.9
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ એકશનમાં આવી ગયું હોય તેમ સુરતમાં જાણીતા ટેક્સટાઇલ્સ ગ્રુપ પર સાથે ઓપરેશન હાથ ધર્યું હતું. ઉપરાંત તેના કનેકશનમાં મોરબીમાં દરોડા પાડ્યા હતા. મોટી માત્રામાં બીન હિસાબી વ્યવહારો મળવાનો સંકેત છે.

આવકવેરા ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે સુરતમાં ટેક્સટાઇલ્સ ક્ષેત્રે જાણીતું નામ ધરાવતા ઐશ્વર્યા ગ્રુપને ઝપટે લેવામાં આવ્યું હતું. સવારથી અધિકારીઓનો કાફલો ગ્રુપના એક ડઝનથી વધુ સ્થળોએ ત્રાટક્યો હતો અને તપાસનો દોર શરુ કર્યો હતો. કંપની માલિકોની ઓફિસ-નિવાસસ્થાન ઉપરાંત નજીકના કનેકશન ધરાવનારાઓ પર પણ તપાસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતાં.

આ સિવાય ગ્રુપના કોલ બિઝનેશ સાથે સંકળાયેલ મોરબીની સિરામીક ફેક્ટરીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. સૂત્રોએ કહ્યું કે કંપનીના હિસાબી વ્યવહારો સહિતના આર્થિક વહિવટની ચકાસણી હાથ ધરવામાં આવી છે જંગી માત્રામાં કાળુ નાણુ મળવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાના બે દિવસમાં જ આવકવેરા ખાતાના દરોડાથી વેપારી ઉદ્યોગમાં ફફડાટ સર્જાયો હતો. દરોડાની વાત વાયુવેગે પ્રસરી જતાં અન્ય ઉદ્યોગકારો પણ સાવધ બન્યા હતા. જ્યારે ટેક્સટાઇલ્સ ગ્રુપ સાથે ધંધાકીય વ્યવહારો ધરાવતા વેપારીઓને પણ રેલો આવવાના ભયથી ચિંતામાં મુકાયા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj